કળયુગી શ્રવણે પોતાની સગી જનેતાને ધરની બહાર કાઢી મુક્તા માની મમતા ચોધાર આંસુએ !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા પાસે ના લાછરસ ગામ નો કિસ્સો પુત્રે માની મમતા ને લજવી -માતા એ રાજપીપળા નિર્ભયા પોલીસ ને જાણકરતા ચકચાર

પુત્ર વારંવાર મારી નાખવાની ધમકી આપતો હોવાનુ મોટા પુત્ર ની જમીન પચાવી હોવાનો માતા નો આરોપ

” ઓલાદ નહીં હો ન જાને મેરે કીસ જુલ્મ કી સજા હો તુમ ” દિલીપકુમાર ની એક ફિલ્મ ના આ ડાયલોગ ને બંધબેસતો તેને બિલકુલ અનુરુપ એક કિસ્સો રાજપીપળા પાસે ના લાછરસ ગામ ખાતે બન્યો હતો.એક કળયુગી પુત્રે પોતાની સગી જનેતા ને ધરની બહાર કાઢી મારી નાખવાની ધમકી આપતા તેમજ માતા ને ધરની બહાર કાઢી મુકી ધર ને તાળુ મારી દેતા બેબસ અને લાચાર બનેલ માતા એ પોતાની વેદના નર્મદા જીલ્લા ની નિર્ભયા પોલીસ સ્કવોડ ને લખેલી લેખિત ફરિયાદ મા વ્યકત થઇ હતી.

નર્મદા જિલ્લા પોલિસની નિર્ભયા ટીમને નાંદોદના લાછરસ ગામની 70 વર્ષીય વૃદ્ધ માતા શકુંતાલા બેનની એક લેખિત અરજી મળી હતી, જેમાં વૃદ્ધ માતાએ રડમસ થઇને લાચારી સાથે અરજી મા પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે સાહેબ મારા નાના પુત્ર ભરત પટેલે મને ઘરની બહાર કાઢી મૂકી તાળું મારી દીધું છે. હું જ્યારે જ્યારે પણ ઘરમાં જવાની કોશિશ કરું છું ત્યારે એ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.આ જ કારણે હું મારા મોટા પુત્ર અશોક પટેલ સાથે બામણગામ રહું છું.મારા નાના પુત્ર ભરતે મોટા પુત્ર અશોકની જમીન પણ લઈ લીધી છે, એ જમીન માંગી તો મને કહે છે તને કાપીને નાખી દઈશ.હું BP ની દર્દી છું મને કંઈ પણ થયું તો એની સમગ્ર જવાબદારી મારા નાના પુત્ર ભરત પટેલની રહેશે સાહેબ મને ન્યાય અપાવો , આ મતલબ ની પોલીસ ને એક વૃદ્ધ મહિલા ની અરજી મળતાં પોલીસ તરતજ હરકત મા આવી હતી.

નર્મદા પોલીસ ની નિર્ભયા ટીમના PSI કે.કે.પાઠક તુરંત પોતાની ટીમ સાથે લાછરસ ગામેં પહોંચી ગયા હતા , વૃદ્ધ મહિલા ની અરજી સાચી છે કે ખોટી એની તપાસ કરી હતી .દરમિયાન માતાએ અરજીમાં લખેલ હકીકત સાચી હોવાનું આસપાસ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું .PSI કે.કે.પાઠક વૃદ્ધ માતાને ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો અને કળયુગી પુત્ર ભરત પટેલને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે જો હવે પછી માતા સાથે આવો વ્યવહાર કર્યો તો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે , અને જનેતા ને માન સન્માન આપવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here