કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓક્ટોબર-2020થી ડિસેમ્બર-2020 તથા જાન્યુઆરી-2021થી માર્ચ-2021ના ત્રિમાસિક સમયગાળામાં બનેલા અત્યાચારના બનાવોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઓક્ટોબર થી ડિસેમ્બર-20ના સમયગાળામાં અનુસૂચિત જાતિની વ્યક્તિઓ પર અત્યાચારના કુલ 05 બનાવો તેમજ જાન્યુઆરી થી માર્ચ-21 સુધી અત્યાચારના 09 બનાવો નોંધાયા છે. ઈજા, જાતિ વિષયક અપમાન, અપહરણ-છેડતી પ્રકારના આ કુલ 14 બનાવો અંગે ચાર્જશીટ સહિતની કાર્યવાહીની વિગતવાર માહિતી મેળવતા કલેક્ટરશ્રીએ ચૂકવવાપાત્ર થતી સહાય વહેલીતકે ચૂકવાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તેમણે તાલુકા તકેદારી સમિતીઓની બેઠક સમયસર યોજાય તે અંગે નિર્દેશ કર્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, પોલિસ અધિક્ષકશ્રી ડો. લીના પાટિલ, એસ.સી.એસ.ટી સેલ ડિવાયએસપીશ્રી એસ.ડી.રાઠોડ, પ્રાયોજના વહીવટદારશ્રી એસ.કે.રાઠોડ, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ-પંચમહાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here