કલમ કી સરકાર સમાચારની અસર…નમી ગયેલા ઇલેક્ટ્રિક થાંભલા એમજીવીસીએલ દ્વારા ખસેડાયા…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઇ હતી.અને વાવાઝોડાને કારણે વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે કાલોલ શહેર સહિત તાલુકાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડું પસાર થઇ ગયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી કાલોલ તાલુકાના કેટલાક ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી જ્યારે બિપોરજોય વાવાઝોડા દરમિયાન કાલોલ બસ સ્ટેન્ડ સામેના પેટ્રોલ પંપ પાસે આવેલ ગાંધી ફૂડ બજારમાં દુકાનોમાં લગાવેલી એંગ્લ માં બન્ને બાજુ ઇલેક્ટ્રિક થાંભલા નમી ગયા હતા જે ગમે ત્યારે પડી જવાનું ભય ઉભો થયો હતો આ અંગેની એમ‌.જી.વી.સી.એલ.ને સ્થાનિક દુકાન માલિક દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં ના આવતાં આ અંગેનાં સમાચાર મંગળવારે કલમ કી સરકાર સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરીને લોકોનાં પ્રશ્નોને વાચા આપવાનો કામ કર્યું હતું જેના પગલે એમ.જી.વી.સી.એલ. કર્મચારીઓ સવારથી જ નમી પડેલા લોખંડના ઇલેક્ટ્રિક થાંભલાઓ ની મરામત માટે ગાંધી ફૂડ બજારની દુકાનો પાસે આવી કામગીરી હાથ ધરી હતી અને મોડી સાંજ સુધી વરસતા વરસાદમાં નમી ગયેલ ઇલેક્ટ્રિક લોખંડના બે થાંભલા ખસેડીને બે નવા લોખંડનાં થાંભલા નાંખતા સ્થાનિક દુકાનદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી સાથે સાથે કલમ કી સરકાર ની ખબરની અસર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here