આદિવાસીઓના હક્ક અને અધિકારોના અમલ માટે જય આદિવાસી મહાસંઘ નસવાડી દ્રારા મામલતદારને આવેદનપત્ર અપાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ખાતે આદિવાસી સમાજ દ્વારા પોતાના હક અને અધિકારો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમના જણાવ્યા મુજબ અમે ભારતના મૂળનિવાસી નાગરિકો છે અને ભારતના બંધારણ વિશેષ હક અને અધિકારો આપેલા છે જે અન્વયે અમારું માનવ જીવન પસાર થઈ રહેલ છે અમારા હક અને અધિકારો સાચી દિશામાં અને ખરા અર્થમાં મળી રહેલ નથી ભારતને આઝાદ થયા ને ૭૭ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં વાસ્તવિક પણે હક અને અધિકારો નું અમલીકરણ સરળ પારદર્શક બન્યું નથી ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે એના અનુસંધાનમાં આદિવાસીઓને મળતા હક્કો અને વિશેષ અધિકારોની અમલવારી થતી નથી એટલા માટે મામલતદાર નસવાડી મારફતે તથા રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રીશ્રીને આવેદન પહોંચાડવામાં આવ્યા છે અમારી જે માંગણીઓ છે ભારતના બંધારણની કલમ ૨૪૪ અનુસૂચિત પાંચ એની અમલવારી સો ટકા થવી જોઈએ જે આજની તારીખમાં ૭૭ વર્ષ થવા છતાં તેની અમલવારી થઈ નથી અમારા આદિવાસી યોજનાની અંદર અવસરે અવસર એનું પાલન થવું જોઈએ તે થયું નથી અને પૈસા એક્ટ નો કાયદો ૧૯૯૬ થી લાગુ પડ્યો છે તેની પણ અમલવારી થઈ નથી વન અધિનિયમ ૨૦૦૫ નો કાયદો જે દરેક ખેડૂતો જંગલ ખાતાની જમીન જે છેડે છે એને જોગવાઈ ૧૦ એકર છે પણ દસ એકર તો નહીં પણ જેટલી ખેડે છે એટલી જમીન મળવી જોઈએ એ આજ દિન સુધી મળી નથી ગુજરાત સરકારનો વન અને પર્યાવરણ વિભાગ નો ૧૯૯૨ નો ઠરાવશે એમાં કાયમી ધોરણે જે જમીનો આદિવાસીઓને જે હુકમો કાયમીથી આપેલા છે તેમ છતાં તે હુકમનો આજ દિન સુધી એ ખેડૂતોના નામ ખેતીની જમીનમાં દાખલ થયેલા નથી તે થવા જોઈએ બીજું ગુજરાત સરકારે આદિવાસી એસ.ટી એસ સી અને ઓબીસીના પ્રમાણપત્ર ચકાસણી માટે ૨૦૧૮ નો કાયદો છે અને ૨૦૨૦ નો છે તે પ્રમાણપત્રમાં જે ગુજરાતમાં સમિતિઓ ટોટલ ચાર બનાવવામાં આવેલી છે આ સમિતિઓ આજની તારીખમાં કુવારી માધુરી પાટીલ અન્ય વિરોધની અંદર મહારાષ્ટ્ર સરકારને જે કંઈ ચુકાદો સુપ્રીમ કોર્ટ આપ્યો છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે જે વિશેષણ થવું જોઈએ તે થતું નથી અને જે અરબદાર છે શંકા છે એ બાબતની કોઈ વ્યક્તિ અરજી કરે તો એને નોટિસ કાઢીને એની પાસે પુરાવા માંગવામાં આવે છે ખરેખર જેની શંકા કરી છે તેની પાસે પુરાવા માંગવા જોઈએ ખરેખર જે અસલ આદિવાસી છે એ રહી જાય છે અને બોગસ આદિવાસીઓને દાખલા આપી દેવામાં આવે છે એવા ઘણા બધા કિસ્સા છે ગુજરાતમાં એ પણ થવું જોઈએ અને ૨૦૦૭ ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઉદ્ઘોષણા કરેલી છે એની અંદર જે રક્ષણ મળવું જોઈએ તે મળેલ નથી અને એમ કહેવામાં આવે છે કે ભારત દેશમાં આદિવાસીઓ રહેતા નથી પણ ૧૩ કરોડ આદિવાસીઓ ભારત દેશમાં રહે છે વિશ્વ લેવલે આ જાહેર કરવું જોઈએ આવી અમારી માંગણીઓ છે અને આના લીધે આજે મામલતદાર શ્રી નસવાડી ને આવેદનપત્ર આપ્યું છે એવુ આદિવાસી આગેવાન સોમજીભાઈએ જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here