આજે નરેન્દ્ર મોદી વિચાર મંચના સ્થાપના દિવસે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લા દ્વારા વિવિધ કાર્યક્રમો વિકાસ અધિકારી પ્રજાલક્ષી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા મુફ્ત કોરોના રસીકરણ માટે આયોજન થયેલ છે તે અંગે કાલોલ તાલુકા હેલ્થ કચેરી ખાતે રસીકરણ કેન્દ્રમાં મંચના હોદ્દેદારો ઉપસ્થિત રહી રસી મુકાવનાર નાગરીકો તથા રસી મુકતા કર્મચારીઓ ને પ્રોત્સાહન તથા સહયોગ, સમયસર રસી મુકાવવા જન જાગૃતિ અભિયાન.
કોરોના સમયમાં દિન રાત ખડે પગે કામગીરી કરનાર ૧૦૮ ના ડ્રાઈવર, એમ્યુલન્સ ડ્રાઈવર, આરોગ્ય કર્મચારીઓ નું સન્માન.
કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ૬,૦૦૦ (છ હજાર) જેટલા ટેસ્ટ કરી પ્રસંનિય કામગીરી કરનાર લેબોરેટરી ટેક્નિશિયન નું સન્માન.
મહિલા સશક્તિકરણની દિશામાં સારી એવી સિધ્ધિ પ્રાપ્ત થઈ છે ત્યારે કાલોલ તાલુકા પંચાયત કચેરી નાં મહિલા તાલુકા વિકાસ અધિકારી સુશ્રી સેજલ બેન સંગાડાની વિવિધ ક્ષેત્રોમાં પ્રજાલક્ષી કામગીરી બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું.
કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે બગીચામાં તુલસીના છોડ ઉગાડવા બીજ રોપણ કરવામાં આવ્યું.
કાલોલ તાલુકા પંચાયત કચેરી ના કારોબારી અધ્યક્ષ શ્રી ડૉ. કિરણસિંહ પરમાર ની શુભેચ્છા મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસીકરણ માટે જાગૃતતા લાવવા ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યા, મહામંત્રી રમેશ ભાઈ તલાટી, જિલ્લા ના હોદ્દેદારો પ્રફુલ ભાઈ વરીઆ, પ્રકાશ ભાઈ પંડ્યા, અમિતભાઈ શેઠ, વિનોદ ભાઈ વરીઆ વિગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here