પંચમહાલના કાલોલ નજીકથી પસાર થતી ગોમાં નદી પર આવેલ ચેક ડેમો આ વરસાદી સિઝનમાં પ્રથમ વખતે છલકાયા…

ગોમાં નદીના ઉપરવાસમાં સારા વરસાદને પગલે નદીમાં વરસાદી નીરની આવક થતા ગોમાં નદી પર આવેલા બંધ છલકાયા હતા

ચેક ડેમ ઓવરફ્લો થતા ધસમસતા પાણીના મનોરમ્ય દ્રષ્યો પણ સર્જાયા હતાં

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલના સુરેલી ગામ નજીકથી પસાર થતી ગોમાં નદી પર આવેલ ચેક ડેમ પણ ઓવર ફ્લો થતા આસપાસના રહીશો આ નજારો જોવા અને નવા નીરને વધાવવા માટે ઉમટી પડ્યા હતા. બારેબાસ સૂકીભટ રહેતી ગોમાં નદીમાં આ સિઝનમાં પ્રથમ વખત વરસાદી પાણીની આવક થતા નદી કાંઠે વસતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી, કારણ કે ગોમાં નદી કાલોલ તાલુકાના ખેડૂતો અને ખનન માફિયા ઓ માટે જીવાદોરી સમાન છે. નદી વરસાદી પાણીની આવક થતા નદી કાંઠા વિસ્તારના જળ સ્રોતોના સ્તર ઊંચા આવે છે જેથી સમગ્ર વર્ષ દરમ્યાન પીવા અને સિંચાઈ માટે આ વિસ્તારને પાણી મળી રહે છે તો બીજી તરફ આખું વર્ષ કાયદેસર અને ગેરકાયદેસર ગોમાં નદીની રેતી ઉલેચી નદીમાં પાણીનો સંગ્રહ નહિ થવા દેતા સફેદ સોનાના ખનન માફિયાઓ પણ ગેલમાં આવી ગયા છે, કારણ કે વરસાદી પાણીની આવક સાથે ઉપરવાસમાંથી રેતી પણ ખૂબ મોટા પ્રમાણમાં વહેણમાં આવે છે અને આખા વર્ષ દરમ્યાન રેતી ખનનથી ગોમાં નદીમાં પડેલા ખાડાઓમાં પુરાઈ જાય છે. જેથી હવે ગોમાંના પાણી ઓસરતાની સાથે જ આ ખનન માફિયાઓ ગોમાંનું ચીર હરણ કરવા મંડી પડશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ માંગ ધરાવતી ગોમાં નદીની રેેતીનું ખૂબ જ મોટા પાયે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન થાય છે પરંતુ કાલોલ તાલુકાનું તંત્ર અને ખાણ ખનીજ વીભાગ આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપો છે.

ત્યારે હવે ગોમાં નદીના રક્ષણ માટે તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આકરા પગલાં લઈ નદીની રેતીનું ગેરકાયદેસર ખનન બંધ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here