કાલોલ બસ સ્ટેન્ડ બંધ કરેલો દરવાજો ગંદકી કરનાર માટે અને જાનવરો ના અડ્ડા માટેનું આશ્રયસ્થાન

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ બસ સ્ટેન્ડ એક દરવાજા તરફ ઉભરાતી ગંદકી ની  તસવીર

કોરોના બીમારીને કારણે બંધ થયેલા બસ સ્ટેન્ડ  ખોલ્યા બાદ સલામતીના કારણોસર કાલોલ બસ સ્ટેન્ડ નો એક તરફનો દરવાજો બંધ કરી દેવામાં આવેલો જેથી બીજા દરવાજેથી વાહન વ્યવહાર છેલ્લા ત્રણેક માસથી ચાલી રહ્યો છે ત્યારે બંધ થયેલા દરવાજાની નજીક લોકો પોતાના વાહનો પાર્ક કરતા જોવા મળે છે અને પેશાબ કરવા માટે ઉભા રહેતા જોવા મળે છે જો ને કોઈ રોકનાર ન હોવાથી અહીંથી પસાર થતી મહિલાઓ પોતાનું માથું શરમથી ઝૂકી દેતી જોવા મળે છે.આ ઉપરાંત આસપાસના વેપારીઓ માટે નકામો કચરો નાખવા માટે આદર્શ જગ્યા બની રહી છે અહીં ઉભરાતી ગંદકીના કારણે ગાય ,કુતરા જેવા પશુ માટે આ જગ્યા કાયમી અડ્ડો બની રહી છે પારાવાર ગંદકી થી ભરપુર આ જગ્યા સાફ-સફાઈ કોણ કરાવશે તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે એસટી સત્તાધીશો દ્વારા આ બસ સ્ટેન્ડ નો બંધ કરેલો દરવાજો તાકીદે ખોલી આ જગ્યાની સાફ સફાઈ કરાવાય તેવી નગરજનો માંગ કરી રહ્યા છે. અન્યથા આ વિસ્તાર ખાનગી વાહનોનો પાર્કિંગ અને ગટરો ગંદકી  અને ઢોરોનું  આશ્રય સ્થાન બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here