કાલોલ તાલુકાના મોટી શામળદેવી શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં રંગોળી કાર્યક્રમ તેમજ ખીરનો પ્રસાદ રાખવામાં આવ્યો

આજ રોજ કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં ૫૦૦થી વધુ વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અવસરે અને ભૂમિપૂજનની ખુશીમાં ગામના યુવાનો દ્વારા પંચરંગી રંગો અને ફૂલોથી શ્રી રામના નામની રંગોળી પુરવામાં આવી અને સાથે ખીરનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આમ સાચા અર્થમાં કાલોલ નગરમાં ભાવિ ભક્તોએ શંખનાદ અને ઘંટનાદ કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. કાલોલ તેમજ આપાસના ગામોના યુવાનોમાં શ્રી રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા-ભાવ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સાંજના સુમારે ગામના દરેકના ઘર આંગણે દીપ પ્રાગટ્ય કરી સાચા અર્થમાં એક દિવાળી જેવો ઉત્સાહ બધામાં દેખાઈ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here