કાલોલના મધવાસ ખાતેની ફેક્ટરીમાંથી થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતી કાલોલ પોલીસ

કાલોલ પોલીસ દ્વારા બંધ કંપની માંથી ચોરેલા મુદ્દામાલ સહિત ટેમ્પો અને ત્રણ ઈસમો ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા તેની તસવીર

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એલ ડામોર તથા સ્ટાફ સોમવારે વહેલી સવારે પેટ્રોલિંગ અને નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી કે હાલોલ તરફથી એક ટાટા ટેમ્પો ગેરકાયદસર લોખંડનું મટીરીયલ ભરીને કાલોલ તરફ આવે છે તેના આધારે અલીન્દ્રા ગામે મલાવ ચોકડી ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને પોલીસે નાકાબંધી કરી હતી સદર માહિતી વાળો ટેમ્પો આવતા તેમાં તપાસ કરતા સેન્ટીંગના કામે ઉપયોગમાં લેવાતા લોખંડના આડા ઉભા એવા પોલ (રોડ) જણાયા હતા સદર માલ સામાનનો પુરાવો માંગ્યો અને ક્યાંથી લાવ્યા અને ક્યાં જવાના તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતાઅને ટેમ્પાના પણ કોઈ કાગળો રજૂ નહીં કરતા પોલીસે ચંપા ના પાછળના ભાગમાં આવેલા સેન્ટીંગ માં વપરાતા રોડની ગણતરી પંચનામું કરી ગણાવી હતી જે કુલ ૩૯૩ થયા હતા જેની કિંમત રૂપિયા સો મુજબ ગણતા કુલ રૂ ૩૯૩૦૦/ ટેમ્પો જી.જે ૦૩ યુ ૬૬૦૫ ની કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ મુદ્દામાલ રૂ.૩,૩૯,૩૦૦/ સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો પોલીસ સ્ટેશન માં લાવી ચાલક અને તેની સાથેના ઈસમોની સી.આર.પી.સી ૪૧(૧) ડી મુજબ અટક કરી પૂછપરછ પી. એસ.આઈ એલ.એ. પરમાર દ્વારા કરાતા તેઓએ કબૂલાત કરી હતી કે રાત્રે તેઓએ મધવાસ ગામ ની નજીક રાજપુતાના ની પાસે બંધ કંપની માથી ત્રણેવ એ ભેગા મળી ટેમ્પો માં ભરી આ પોલ ની ચોરી કરી છે.પોલીસે (૧) તાહિર ઉર્ફે નાનો બોબડો તૈયબ હયાત રે. સાતપુલ ઓઢા ગોધરા (૨) હુસેન ઉર્ફે દરાખ મહમ્મદ હયાત રે. રહેમતનગર ગોધરા (૩) સોએબ ઈશાક ભોચું રે. સાતપૂલ ઓઢા ગેની પ્લોટ ગોધરાની અટકાયત કરવા માટે સરકારી નિયમ મુજબ ત્રણેવને કોરોના પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

આમ, કાલોલ નજીક આવેલા મધવાસ ગામ નજીક આર .વી .આર. સી. એલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામ ની બંધ કંપનીમાં થી લોખંડના આડા ઉભા પોલ ની ચોરી અંગેની ફરિયાદ નો ઉકેલ કાલોલ પોલીસ દ્વારા ગણતરી ના કલાકો માં ઉકેલવા માં સફળતા મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here