રાજપીપળાના ધારાસભ્ય પી. ડી. વસાવાએ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોની માંગણીઓનું ઝડપી નિરાકરણ લાવવાની ભલામણ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ અંગે રાજપીપળા ખાતે કલેકટર અને નાંદોદના ધારાસભ્યને નર્મદા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ, જેમાં પોતાની માગણીઓનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

શિક્ષકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું તેની તસ્વીર.

રાજપીપળાના ધારાસભ્ય પી.ડી. વસાવાને શિક્ષકોએ આવેદનપત્ર આપતા ત્વરિત જ તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી નાણાં મંત્રી સાથે પરામર્શ કરીને શિક્ષકોની માંગણીઓ માટે ભલામણ કરી છે.

રાજપીપળાના ધારાસભ્ય પી.ડી. વસાવાએ ત્વરિત જ શિક્ષકોના પ્રશ્નનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો તેની તસ્વીર.

શિક્ષકોની માંગણીઓમાં માર્ચ-૨૦૧૯ ની એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષાની કામગીરીનો અમોએ અમારા પડતર પ્રશ્નો બાબતે બહિષ્કાર કરેલો હતો. જે પ્રશ્નોનો ઉકેલ બાબતે નાણામંત્રી અને શિક્ષણમંત્રીની મધ્યસ્થથી સમાધાન કરવામાં આવ્યુ હતું. આ પ્રશ્નોનો આજે પણ ઉકેલ આવ્યો નથી. આજે ઘણા સમય વીતી ગયો છે. જેથી ગ્રાન્ટેડશાળાઓના કર્મચારીઓમાં ખુબ જ અસંતોષ પ્રવર્તી રહ્યો છે. તેથી પુનઃ આ પ્રશ્નો ઉકેલાય તેવી રજૂઆત કરી હતી.

તેમના મુખ્ય પ્રશ્નો પ્રાથમિક શિક્ષકોને જેમ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા માટેનો ઠરાવ થયેલ છે તે અમોને લાગુ પડવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવેલ છે જેનો આજદિન સુધી ઉકેલ આવેલ નથી. તા-૩૧/૦૩/૨૦૧૬ પછી સરકારશ્રીની પારદર્શકતાથી ભરતી થયેલ છે એવા કર્મચારીઓની વર્ગ ઘટાડો થતા કે શાળા બંધ થતા બિન શરતી કાયમી ફાજલ રક્ષણ આપવા માટે અમારી માંગણી હતી જેનો પણ આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી.

સરકારશ્રી તમામ કર્મચારીઓના સાતમાં પગાર પંચના એરિયર્સના પાંચ નાણા વાર્ષિક ચુકવવાનું નક્કી થયેલ જે ગત વર્ષના હિસાબી વર્ષનો બીજો હીસો તથા ચાલુ નાણાકીય વર્ષનો ત્રીજો હતો. તાત્કાલિક ચુકવી આપવા કર્મચારીઓની માંગણી છે.

આમ રાજપીપળાના ધારાસભ્ય પી.ડી. વસાવા પાસે શિક્ષકોની રાજય સરકાર સાંભળતી નથી એવી ફરિયાદ આવતા અને પોતાને આવેદનપત્ર મળતા ત્વવરિત જ મુખ્યમંત્રી અને નાણાંમંત્રીને શિક્ષકોની સમસ્યાઓ અંગે ધટતુ કરવાની મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here