નેત્રંગના જીન બજાર વિસ્તારમાંથી 11જુગારીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

નેત્રંગના જીન બજાર વિસ્તારમાંથી રૂ.500000/- થી વધુ ના મુદ્દામાલ સાથે 11જુગારીઓ ને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

તસ્વીર

નેત્રંગ(ભરૂચ)
કલીમ મલેક

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની પોલીસે જુગારીઓ સામે કરી લાલ આંખ.
ભરૂચ જીલ્લાના પોલીસ વડાઓ દ્વારા મળેલ સુચનો અને માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસે જુગારીઓ સામે કડક પગલાં લીધા છે. પોલીસને મળેલ બાતમીના આધારે પી.એસ.આઈ.એન.જી.પંચાણીએ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જીન બજારમાં કલ્પેશ ઠાકોર પટેલનાં ઘરનાં બીજાં માળે કલ્પેશ ઠાકોર પટેલ, વિનોદભાઈ દિલીપભાઈ પટેલ, નિલેશ મુકેશ ભાઈ પટેલ, આશિષ ભરતભાઈ પટેલ,અક્ષિત રીતેશ ભાઈ પંચાલ, મનોજ દામોદર,કરણ સિંહ ભુપત સિંહ ગોહિલ,કેતન સોમાભાઈ પટેલ,કૌશિક સુંદર રાજવાડી,વિશાલ રાજેન્દ્ર ભાઈ ગોસાઈ,નિખીલ કાંતી લાલ પટેલ જુગાર રમી રહ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે મળેલ બાતમીના આધારે છાપો માર્યો હતો જ્યાં પોલીસે દાવ પરના રોકડ રૂ.17000/- અંગ ઝડતીના રોકડ રૂપિયા29320/- મળી કુલ રોકડ રૂપિયા 46320/- તથા મોબાઇલ નંગ 14 જેની કિંમત રૂ.105000/- મોટર સાયકલ નંગ 5 જેની કિંમત રૂ.205000/- અને ફોર વ્હીલ નંગ 1 જેની કિંમત રૂ.150000/- એમ કુલ મળી રૂ.506320/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here