રાજપીપળા નગરપાલિકાના કર્મચારી ઓના 4 મહિનાથી પગાર ન ચુકવાતા વ્હારે આવી યુથ કોગ્રેસ

નર્મદા કલેક્ટર સહિત ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને કર્મચારીઓને ત્વરિત જ પગાર ચુકવવાની કરી રજુઆત

કોરોનાના કહેર વચ્ચે પણ નગરપાલિકાના કર્મચારી કામગીરી કરી વૉરીયર્સની ભુમીકા ભજવતા હોય સમયસર પગાર નહીં ચુકવાયા તો આંદોલનની ચીમકી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગરપાલિકા કર્મચારી મંડળ તરફથી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને કર્મચારીઓને ત્વરિત જ પગાર ચુકવવાની માગણી કરવામાં આવી હતી, જોકે 4 મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારી મંડળ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જે મુજબ નગરપાલિકાના કર્મચારીઓએ આજથી પોતાના કામકાજ બંધ કરી પાલિકા ખાતે વિરોધ પ્રદર્શનો કર્યા હતા ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને વ્હારે યુથ કોગ્રેસ આવી છે.

યુથ કોગ્રેસના કોગ્રેસના કાર્યકરોએ આજે નર્મદા કલેક્ટર સહિત ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને કર્મચારીઓને વેળાસર બાકી પગાર ચુકવવાની કરી રજુઆત કરતા આવેદનપત્ર આપ્યુ હતુ તેની તસ્વીર.

રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ આજના કોરોના વૉરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે જેમનો ચાર મહિનાનો પગાર ન થતો હોવાથી તેમનો જીવન નિર્વાહ ખુબ કઠિન ગુજરી રહ્યો છે તથા કોરોનાના કપરા કાળમાં કેટલાક કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે જેને આપખુદ શાહી તરીકે વર્ણવી કર્મચારીઓને ત્વરિતજ પગાર ચુકવવાની રજુઆત સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમારી માંગને અનદેખી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે .

આ પ્રસંગે નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા એન.એસ.યુ.આઈ પ્રમુખ નિકુંજ વસાવા તથા જીજ્ઞેશ વસાવા, ગૌતમ વસાવા, મેહુલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here