નર્મદા: કણજી વાંદરી ગામે સાંસદ મનસુખ વસાવા હસ્તે ખેડૂતોને જમીનોના અધિકાર પત્રો આપ્યા

તસ્વીર

નર્મદા જિલ્લાના કણજી વાંદરી ગામે સાંસદ મનસુખ વસાવાના હસ્તે જમીનોના અધિકાર પત્રો આપી જમીનોના માલિક ધોષિત કરાયા

જંગલમાં રહી વર્ષોથી જમીનો ઉપર ખેતી કરતા 154 આદિવાસી ખેડુતો ને જમીનોના માલિક ધોષિત કરાતાં અનેરો આનંદ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કણજી વાંદરી ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનો ઉપર કાયદેસર ખેતી કરતા આવ્યા હોય ને આવી જમીનો પર જેતે આદિવાસી ખેડુતોનો કબજો સાબિત થયેલ તેમને જમીનોના કાયદેસરના માલિક બનાવવાની સરકાર પાસે વર્ષોથી માગણી હતી. એવા જમીનો ઉપર કાયદેસરના હક્ક ધરાવતા આદિવાસીઓને અધિકાર પત્રો આપવાનો એક કાર્યક્રમ દેડિયાપાડા તાલુકાના કણજી વાંદરી ગામે યોજાયેલ હતો.

કોરોનાની મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા કણજી વાંદરી ગામે યોજાયેલ જંગલની જમીનોના હક્ક પત્રકો સનદો આપવાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાના હસ્તે 154 જેટલા આદિવાસીઓને જમીનોના કાયદેસરના માલિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરાતાં હાથમાં કાગળ રૂપી દસ્તાવેજ આવતા આદિવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યા હતા.

જે પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શંકરભાઈ વસાવા, માજી ભાજપ મહામંત્રી રમેશભાઈ વસાવા, કિસાન સંઘ પ્રમુખ ગોપાળભાઈ વસાવા તથા તાલુકા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર કચેરીના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો ઉબડીયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here