કાલોલ : છેલ્લા ૨૪ કલાકમાં બે તથા તાલુકામાં ત્રણ મળી કુલ પાંચ નવા કોરોનાના કેસો

કલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

kalol corona case
કાલોલમાં વધુ બે કેસ આવતા આરોગ્ય ટીમ અને મામલતદાર ની ટીમ દ્વારા
તે વિસ્તારોની મુલાકાત કરી તે પ્રસંગની તસ્વીર

કાલોલ તાલુકામાં બુધવારે સાંજના વેજલપુર ગામમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ (૧) ઈબ્રાહીમ ઈસ્માઈલ ટપ ઉ. વ ૫૦ રે. નાના મોહલ્લા તથા વેજલપુર મહાદેવ ફળિયા માં (૨) ભારતીબેન પ્રકાશચંદ્ર ગાંધી ઉ. વ.૬૪ એમ બે કેસો આવ્યા હતા ત્યાર બાદ ગુરુવારે કાલોલ તાલુકાના શક્તિપુરા ગામના રાકેશ કુમાર પટેલ ઉ. વ ૪૯ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું અને ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ આ ઉપરાંત કાલોલ શહેરમાં કાછીયાવાડમાં કાળીદાસ ફુલચંદ કાછિયા ઉ. વ ૮૦ તથા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને કાછીયાની વાડી સ્ટેશન રોડ ખાતે રહેતા પ્રભાતસિંહ ફતેસિંહ જાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું કાલોલ શહેરના બંને પોઝિટિવ કેસ એન્ટીજન ટેસ્ટ દ્વારા કાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરીક્ષણ દરમિયાન બહાર આવેલા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ નાયબ મામલતદાર હાલોલ ખાતે ફરજ બજાવતા કોરોના પોઝિટિવ થવાથી મામલતદાર કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે કાલોલ તાલુકામાં ૧૧૨ કેસો તથા કલોલ શહેરમાં ૭૩ કેસો ની સંખ્યા થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here