દેશની રાજધાની દિલ્હીમાં વાલ્મીકી સમાજની નવ વર્ષની માસુમ દીકરી પર નરાધમો દ્વારા સાામૂહીક જધન્ય કૃત્ય કરાતા ચકચાર

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

દેશની રાજધાની દિલ્હીમાં વાલ્મીકી સમાજ ની નવ વર્ષ ની માસુમ દીકરી પર નરાધમો દ્વારા સાામૂહીક જધન્ય કૃત્ય આચરી ને નિદર્યી રીતે મોત ને ઘાટ ઉતારી ને નાની ફુલ જેવી બાળકીને સળગાવી નાખવા જે પ્રયાસ કરવામા આવેલ છે તેના ઘેરા પ્રત્યાઘાત ના સમગ્ર વાલ્મીકી સમાજ મા પડ્યા છે કોઈપણ સમાજ ને હચમચાવી નાખનાર આ ઘોર નિંદનીય ધટના છે સરકાર બેટી બચાવો બેટી પઢાવો ના સુત્ર ઉપર કામ કરી રહી છે ત્યારે દેશ ની રાજધાની મા જ બેટી સલામત નથી અને આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે બેટી બચાવો અભિયાન નુ કોઈ મહત્વ નથી રહેતુ નથી કારણ કે આવી ઘટનાઓ તબક્કાવાર બનતી રહે છે તે સરકાર અને પ્રશાસન માટે ચેલેન્જસ અને શરમજનક બાબત કહી શકાય માટે આરોપીઓ ને કડક મા કડક સજા કરવામાં આવે અને એક એવો દાખલો બેસાડવામા આવે જેનો દાખલો એક યાદગાર બની રહે અને બેટી પઢાવો બેટી બચાવો ની સાથે બેટીઓ ને નરાધમો થી સુરક્ષિત રહૈ એવી દિશા મા પણ સરકાર દ્રારા કઠોર કાયદો અમલ મા લાવવાની જરૂર છે જેથી કોઈ પણ સમાજ ની બહેન દિકરીઓ પર આવા નરાધમો દુષ્કર્મ નો વિચાર શુદ્ધા કરતા પણ આરોપીઓ ની રૂહ કાંપવી જોઈએ… વાલ્મીકિ સમાજ ની ફુલ જેવી માસુમ નાની બાળકીને જલ્દી થઈ ન્યાય મળે આરોપીઓ ને ફાસી ના માંચડે લટકાવવામા આવે તેવી ધોરાજી વાલ્મીકિ સમાજ ની આક્રોશ સાથે માગણી છે સત્વરે આનો અમલ થાય એ અંગે નુ આવેદન પત્ર ડેપ્યુટી કલેકટર શ્રી ને આપેલ સમસ્ત ધોરાજી વાલ્મિકી ગુજરાત સંગઠન ના જેમા કનવીનર આશીશ જેઠવા બાબુભાઈ રાઠોડ વાલ્મિકી સમાજ મંત્રી તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here