સ્વરોજગાર માટેનીશ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા ઘેરબેઠા અરજી કરી શકાશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

અરજદારો ઘરેબેઠા લાભ લઈ શકે તે માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયું

સ્વરોજગાર માટે લોન મેળવવા માટેની યોજના શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભાર્થીઓ ઘરેબેઠા લાભ લઈ શકે તે માટે કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગરની કચેરી દ્વારા ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેની મદદથી અરજદારો વિવિધ ઉદ્યોગ, સેવા અને વેપાર પ્રકારનાં ધંધા, રોજગાર કરવા માટે લોન અરજી ઘરે બેઠા કરી શકશે તેમજ પોતાની અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. અરજદારે https://blp.gujarat.gov.in વેબસાઈટ પર પોતાનાં મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત લોન યોજનાનો નિઃશુલ્ક અમલ થાય છે. યોજના માટે કચેરી મારફતે કોઈપણ એજન્ટો, દલાલો કે અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલી નથી, જેથી લોન અપાવવાના બહાને કોઈપણ પ્રકારે નાણાંકીય વ્યવહાર કરવો નહીં તેમ વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here