બોડેલી નર્મદા મેઇન કેનાલ પાસે હાઇવા ટ્રક અને એક શિફ્ટ કાર વચ્ચે અકસ્માત

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી નર્મદા મેઇન કેનાલ પાસે આજે સાંજે રેતી ભરેલી હાઇવા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં કારમાં ભરેલો દારૂ જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી ડભોઇ તરફ જતી રેતી ભરેલી હાઈવા ની પાછળ એક સ્વીફટ કાર પાછળ થી ઘુસી જતા સિપ્ટ ગાડી નુ બોનેટ વળી ગયુ હતુ અને ગાડી ને નુકસાન થયું હતું ટ્રાફિક જામ થતા બોડેલી પોલીસ પહોંચી ગઈ હતી swift ગાડી નંબર GJ 20 AH 56 51 મા. તપાસ કરતાં કારમાંથી દારૂ ઝડપાયો હતો કારચાલક કાર મુકીને ભાગી ગયો હતો ત્યારે બોડેલી પોલીસ કાર ચાલક ને પકડવા તપાસ હાથ ધરી છે બોડેલી મુખ્ય નર્મદા કેનાલ બ્રિજ ઉપર અકસ્માત થતા લોકો અકસ્માત જોવા ઉમટી પડ્યા હતા ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો થયા હતા બોડેલી પોલીસે સ્વીફ્ટ કારને ધક્કો મારી ને હટાવીને રોડ ઉપરનો ટ્રાફિક હળવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here