સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે માસથી બંધ પડેલી ક્રુઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓમાં આનંદની

કેવડીયા,(નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જન્માષ્ટમી સહિત ત્રણ દિવસ ની રજા મા એક લાખ જેટલા પ્રવાસી ઓ ઉમટવાની સંભાવના છે ત્યારે પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. છેલ્લા બે માસથી બંધ પડેલી ક્રુઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓમા આનંદની લાગણી જોવા મળી છે.

શનિ રવિ અને જન્માષ્ટમી ના સોમવારની ત્રણ દિવસની રજામાં 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટે એવી સાંભવના સટેચયુ ઓફ યુનિટી ના વ્યવસ્થાપકો સેવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની મજા પણ માણી શકશે.

હાલ નર્મદા ઘાટ વિકસાવવાની કામગીરી ચાલતી હોઈ પાયાનું કામ કરવા માટે પાણી નિયંત્રીત કરવુ જરૂરી બન્યું હોવાથી બોટ બંધ કરી દેવામાં આવી હતી રહી પરંતુ હવે જયારે નર્મદા ઘાટ બની ગયો છે ત્યારે બોટ ચાલુ કરવા માટે હવે નર્મદા નદી મા પાણી છોડવામાં આવ્યું છે અને બોટ સુવિધા પુનઃ શરૂ કરાતા પ્રવાસીઓમા આનંદની લાગણી જોવા મળી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં પ્રવાસીઓ ને આકર્ષિત કરવા માટે અનેક આયામો પૈકી ની એક ક્રુઝ બોટ ફરીથી આજ થી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ક્રુઝ બોટ દ્વારા નર્મદાની શેર અને સ્ટેચ્યુ પાસેથી પસાર થઈને પાણીમાથી સ્ટેચ્યુનો નજારો જોવો પ્રવાસી ઓ ને એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે , સાથે ક્રુઝ બોટમા ડાન્સ ડિનરની પણ વયવસથા હોય ને પ્રવાસીઓ માટે. સટેચયુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટ એક અનેરું આકર્ષણ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here