સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ બસમાં મુસાફરો બેસાડવા મામલે બાખડીયા

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

માં બેન સમાણી ગાળો આપી ટિફિન વડે માથામાં હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી ના પગલે પોલીસ ફરિયાદ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના બસ સ્ટેશન નંબર 5 પાસે પ્રવાસીઓને બેસાડવાના મામલે ફરજ બજાવતા બે કર્મચારીઓ પરસ્પર બાથળ્યા હતા. જેમાં એક કર્મચારી એ બીજાને ટિફિન વડે માથામાં ઇજા કરી ભરડા માં ટિફિન મારી અને જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ફરિયાદી સોકતઅલી આલમખાન ઠાકોર રહેવાસી હરીપુરા, તાલુકો ગરૂડેશ્વર નાઓ એ આરોપી ભાણાભાઈ નરસિંહભાઈ તડવી રહેવાસી ઉડવા, તાલુકા ગરૂડેશ્વર ની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બસ સ્ટેશન નંબર 5 પર પ્રવાસીઓને લેવા માટે તેઓ ઉભા હતા તે વખતે બસમાં પ્રવાસીઓને બેસાડવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયેલ જેમાં ફરિયાદી ને આરોપી ભાણાભાઈ તડવી એ મા બેન સમાણી ગાળો બોલી અને તેના હાથ માનું ટિફિન ફરિયાદીના બરડાના તથા માથાના ભાગે મારી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અને ધમકી આપ્યા બાદ આરોપી ભાણાભાઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ બાબતે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે આરોપી ભાણાભાઈ તડવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here