સુરત શહેરના ડુમસ પોલીસ મથકની હદમાં ધમધમી રહેલા દેશી દારૂ બનાવાની ભઠ્ઠી પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબ દ્વારા સપાટો…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબને બાતમી હકિકત મળેલ કે, “સુરત શહેરમાં આવેલ આભવા ગામ , આમલી ફળીયા ખાતે રેખાબેન પટેલના મકાનમાં પ્રોહી લિસ્ટેડ બુટલેગર નાનુ ઉર્ફે નાનિયા ડાહ્યાભાઇ પટેલ તથા તેની પત્ની નીતાબેન આભવા ગામમાંથી દેશી હાથ બનાવટનો દારૂ અલગ અલગ લોકો પાસેથી લઇ તે દારૂનો જથ્થો રેખાબેનના મકાનમાં એકઠો કરી તેને અલગ અલગ કોથળીઓમાં ભરી તેના ગુણચા બનાવી પોતાના મળતીયા માણસો રાખી એકટીવા પલ્સર તથા કરીશમા મોટરસાયકલ ઉપર સુરત શહેરના માછીવાડમાં રહેતા દિપક કહાર તથા મિતેશ કરાર તથા અન્ય બીજા લોકોને દારૂ સપ્લાય કરી દારૂનો મોટો ધંધો ચલાવે છે અને હાલમાં આમલી ફળીયામાં રેખાબેનના ઘરમાં દારૂનો જથ્થો એકઠો કરેલ છે.” તે માહિતી આધારે તા. ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ રેઈડ કરી,દેશી દારૂ, કુલ કિં.રૂ.૭,૪૨૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૪,૮૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૯ આરોપીઓ તથા વોન્ટેડ ૦૩ આરોપીઓ વિરુધ્ધ સુરત શહેર ડુમસ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here