છોટલીપુર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ તાલુકાની મામલતદાર કચેરીઓ નગરપાલિકાઓ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામમાટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ ક્ચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનધિકૃત વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો રાખતા આવા વ્યકતિઓ/ઇસમોના પ્રવેશ ઉપર છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.ભગતએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના હકુમત હેઠળના વિસ્તારમાં તા. ૦૫/૦૮/૨૦૨૩ થી તા.૦૪/૧૦/૨૦૨૩સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ તરફથી જણાવ્યું છે. ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here