સુરત : ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇએ શહેરના ડીંડોલી મથકની હદમાં લિસ્ટેડ બુટલેગરોના ત્યાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબને બાતમી હકિકત મળેલ કે, “ડીંડોલી ખાતે રહેતા શોભાબેન દિલિપભાઇ પાટીલ નાઓ એક EICHER ટેમ્પા નંબર : GJ-15-AT-7927 જેના ઉપર કાળા કલરની તાડપત્રી લગાવેલ છે . તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દમણથી બંટી નામના ઇસમ પાસેથી મંગાવનાર છે અને તે ડીંડોલી અંબિકા ટાઉનશીપની આજુબાજુ કોઇ જગ્યાએ ખાલી કરનાર છે.” તે માહિતી આધારે તા. ૦૪/૦૯/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ , કુલ કિં.રૂ.૯,૯૫,૬૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨૫,૬૨,૫૬૭/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૪ આરોપીઓ વિરુધ્ધ સુરત શહેરના ડીંડોલી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here