બોડેલી પીએસઆઇનો બાતમીદારને જોઈ લેવાની ધમકીનો કથિત ઓડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી પોલીસ મથકના પીએસઆઇએ વિજલન્સમાં બાતમી આપતા હોવાનું કહી બોડેલીના એક યુવાનને ફોન પર ભવિષ્યમાં જોઈ લેવાનું કહેતા હોવાનું કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બોડેલી નગરમાં ચકચાર મચી જવા પામ્યો હતો, આ વાયરલ થયેલ કથિત ઓડિયોમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મથકના પી.એસ.આઇ એક યુવાનને તમે વિજિલન્સમાં બાતમી આપતા હોવાનું કહી ગમે તેમ બિભસ્ત ગાળો બોલતા હોવાનું સાંભળવામાં મળે છે અને જ્યારે કામ પડે ત્યારે અમારી પાસે આવતા હોવાનું કહી અને બાતમી વિજિલન્સમાં આપતા હોવાનો આક્ષેપ મૂકી ભવિષ્યમાં જ્યારે તમારે પોલીસનું કામ પડે ત્યારે અમારી પાસે ના આવતા તેમ કહી ને જોઈ લઈશ કહેતા હોવાનું સાંભળવા મળે છે તેમજ બોડેલીના પી.એસ.આઇ નો ફોન આવ્યો હતો તેવું બોડેલીના યુવાને જણાવ્યું હતું આ સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો વાયરલ થતા બોડેલી નગરમાં ચકચાર મચી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here