અપહરણનો આરોપી તથા ભોગ બનનારને શોધી‌ કાઢતી‌ વેજલપુર પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ અપહરણ અને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે વેજલપુર પોલીસ જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અત્રેના‌ વેજલપુર પો.સ્ટે.‌એ‌ પાર્ટ ગુ.રજી નં.‌૧૧૨૦૭૦૭૬૨૩૦૫૨૭/૨૦૨૩‌ ઇ.પી.કો‌ કલમ‌ ૩૬૩‌મુજબનો‌ ગુન્હો‌ તા.૨૬/૦૮/૨૦૨૩‌ ના‌ રોજ‌ દાખલ થયેલ હોય જે ગુન્હાને કામે ભોગ બનનાર ઉ.વ.૧૬‌ વર્ષ ગઈ‌તા.૧૪/૦૬/૨૦૨૩‌ના રોજથી વેજલપુર ગામેથી ગુમ થયેલ હોય કે કોઈ અજાણ્યા ઈસમ તેણીનુ‌ અપહરણ‌ કરી‌ લઈ ગયલે હોય તેવી ફરીયાદ દાખલ થયેલ હતી જે ગુન્હાની‌ તપાસ‌ પો.સ.ઈ.‌એસ.એલ.કામોળ‌નાઓ કરતા‌ હોય‌ તેમજ‌ ફરીયાદીએ‌ આ‌ બાબતે‌ નામદાર‌ ગુજરાત‌ હાઈકોટકમાં‌ R.S.C.A.(HABEAS CORPUS)નં.૧૨૯૪૦/૨૦૨૩‌નાથી અરજી દાખલ કરેલ જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ પો.સ.ઈ.‌એ‌ ટેકનીકલ સવેલન્સ તેમજ‌ હ્યુમન‌ ઈન્ટેલીજન્ટનો‌ ઉપયોગ‌ કરી‌ શક‌ પડતા‌ આશરે પંદરેક ઈસમોને‌ તપાસી‌ જરૂરી‌ ટેકનીકલ‌ એનાલીસીસ‌ આધારે પો.સ્ટે. ની‌ બે‌ અલગ‌-અલગ‌ ટીમો‌ બનાવી‌ તપાસમાં મોકલતા‌ શકદાર‌ જગદીશકુમાર મણીલાલ ઉર્ફે મનહરભાઈ ચૌહાણ જાંબુઘોડા‌ ખાતેથી‌ મળી‌ આવતા‌ તેની‌ પૂછપરછ કરતા‌ ભોગ બનનાર તેઓના ઘરે કનેટીયા તાલુકા કાલોલ‌ મુકામે‌ હોવાનુ‌ જણાવતા‌ જરૂરી‌ પોલીસ‌ માણસોની‌ ટીમ‌ કનેટીયા‌ ખાતે‌ આરોપીના ઘરે તપાસ કરવા મોકલી આપતા ભોગ બનનાર મળી આવતા તેને પો.સ્ટે.‌ ખાતે‌ લાવવામાં‌ આવેલ‌ અને‌ સદર હુ પકડાયેલા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી‌ પો.સ્ટે.મા‌ દાખલ‌ થયેલ‌ અપહરણનો અનડીટેક્ટ ગુન્હો ઉપલા અધીકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સવલેન્સ તેમજ‌ હ્યુમન‌ ઈન્ટેલીજન્ટનો‌ ઉપયોગ‌ કરી‌ આરોપી‌ તથા‌ ભોગ બનનારને‌ શોધી‌ કાઢી R.S.C.A.(HABEAS CORPUS) નં.૧૨૯૪૦/૨૦૨૩ ના‌ કામે‌ ભોગ બનનારને‌ નામદાર‌ હાઈકોર્ટ સમક્ષ રજુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here