સુરત : અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળા ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરાઈ…

સુરત, દિપ મહેતા :-

ભારતરત્નથી સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિનને સમગ્ર દેશની શાળાઓમાં દર વર્ષની ૦૫ સપ્ટેમ્બરે ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે.
જેથ સુરતની પ્રતિષ્ઠિત શાળા એવી અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજ રોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક વિભાગના બાળકોએ એક દિવસીય શિક્ષક ,શિક્ષિકાની શાનદાર ભૂમિકા ભજવી હતી. આ શુભ અવસરે બાળકોનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આજરોજ ‘શિક્ષક દિન’ નિમિત્તે જે બાળકોએ ભાગ લીધો હતો તેમને પોતાના વિષય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઘરેથી સારી તૈયારી કરી એક દિવસીય શિક્ષક તરીકે સારી ભૂમિકા ભજવી હતી.
શાળામાં છેલ્લા અડધા કલાક દરમિયાન આજના દિવસે શિક્ષક ,શિક્ષિકાની ભૂમિકા ભજવનાર બાળકોએ ‘શિક્ષક દિન’ નિમિત્તે સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.
જ્યાં શાળા શિક્ષક ગણ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ સંબોધન કરાયું હતું.
છેલ્લે શાળાના માયાળું આચાર્યશ્રી શેખ ઝહુર સર દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી તથા સૌને પ્રોત્સાહિત કરી સૌનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here