સી પ્લેનનુ માલદીવથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવા માટે ઉડાણ ભરાયુ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 31 મી ઓક્ટોબરના રોજ સી પ્લેનનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકાર્પણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા 31 મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના અવસરે ઉપસ્થિત રહેનાર છે ત્યારે દેશના પ્રવાસન ઉધોગને વિકસીત કરવાની દિશામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધીની સહુ પ્રથમ સી પ્લેન સર્વિસનુ દેશ વાસીઓ માટે લોકાર્પણ કરસે.

જે સી પ્લેનનુ વડાપ્રધાન લોકાર્પણ કરવાનાં છે એ પ્લેન માલદીવથી ઉડાણ ભરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવા માટે ઉડાણ કરી ચુકયું હોવાનું જાણવા મળ્યું છે. સી પ્લેનના ઉડાણની કેપેસીટી તેમજ બળતણની ક્ષમતા ઓછી હોય ને માલદીવથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા સુધીમા બે ત્રણ સ્થળોએ રોકાણ કરસે, અને ગણતરીના કલાકો માજ શકય છે કે એકાદ બે દિવસમા સી પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલ જેટી ઉપર આવીને ઉતરાણ કરસે.

વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મીના રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી પછી આ સી પ્લેનનુ લોકાર્પણ દેશવાસીઓ માટે કરસેની શકયતાઓ વર્તાઇ રહી છે. કારણ વડાપ્રધાન પોતે સી પ્લેનમા સવાર થઇને અમદાવાદ ખાતે પહોચસે.

સી પ્લેન સર્વિસ અમદાવાદ ટુ સ્ટેચ્યુઓફ યુનિટી દિવસમા અપડાઉનના કુલ ચાર ફેરા મારસે. આ પ્લેન સર્વિસનો લાભ દરેક નાગરિક નિયત ટિકિટના દર ચુકવીને લઇ શકસે, 31મી થી જ શરું થનાર સી પ્લેન સર્વિસથી દેશમા પ્રવાસન ક્ષેત્રે એક નવો જ અધ્યાય સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here