સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત આદિવાસી ઓના હિતાર્થે લડત ચલાવતા આદિવાસી નેતાઓના રાજકીય એંકાઉન્ટર ??

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

લખન મુસાફીરને તડીપાર કર્યા બાદ ડૉ પ્રફુલ વસાવા ઉપર પોલીસનો સિકંજો

આદિવાસી નેતાઓ નિરંજન વસાવા અને પ્રફુલ વસાવા વચ્ચે સોશીયલ મિડીયામા ચાલેલું જંગ

નિરંજન વસાવા સહિત નર્મદા પોલીસે ઉપરા છાપરી બબ્બે ફરિયાદો પ્રફુલ વસાવા સામે દાખલ કરતા અટકળોનો દોર શરું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન પહેલા જ નર્મદા જીલ્લામા નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત આદિવાસી ઓએ વિરોધ વંટોળનો સુર ઉઠાવી કેવડીયા બચાવો આંદોલન સમિતિએ બે દિવસ કેવડીયા બંધનુ એલાન આપતા વહીવટી તંત્રમા ભારે દોડધામ મચી હતી. કેવડીયા બચાવો આંદોલન સમિતિએ નર્મદા કલેક્ટરમા પોતાની માગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા આસપાસના અસરગ્રસ્ત આદિવાસીઓ જોડાયાં હતાં જેની આગેવાની ડૉ પ્રફુલ વસાવાએ લીધી હતી.
આ મામલાએ ભારે તુલ પકડયુ હતુ આદિવાસી આગેવાનો નિરંજન વસાવા સરપંચ પરિષદના નર્મદા ઝોન પ્રમુખ અને ડૉ પ્રફુલ વસાવા વચ્ચે સોશીયલ મિડીયામા વાયરલ મેસેજ અંગે સામસામે આરોપ પ્રત્યારોપ લગાવ્યા હતા, જેમા નિરંજન વસાવાએ રાજપીપળા પોલીસ મથકમાં પ્રફુલ વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી.
આ સાથે નર્મદા LCB પોલીસના જવાનો ડૉ પ્રફુલ વસાવાના ઘરે જતા પોલીસ અધિકારીની વિરુદ્ધ ડૉ પ્રફુલ વસાવાએ નર્મદા જીલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી હતી. સમગ્ર મામલો વડાપ્રધાન મોદીના નર્મદા જીલ્લાના આગમન પહેલા જ ભારે વિવાદ વંટોળમાં આવ્યા અનેક જાતની અટકળો નર્મદા જીલ્લામા વહેતી થઈ છે.
નિરંજન વસાવાએ તો ડૉ પ્રફુલ વસાવા સામે ફરિયાદ નોંધાવી પરંતુ નર્મદા પોલીસે પણ ફરિયાદ નોંધાવી હોય ને આદિવાસી સમાજમા તેમની સમસ્યાઓના મુદ્દે અવાજ ઉઠાવતા આગેવાનોના રાજકીય એંકાઉન્ટર કરવાનો તખ્તો ધડાઇ રહ્યો હોવાની ચર્ચાઓએ આદિવાસી સમાજના લોકોમા લોકમુખે ચર્ચાસ્પદ બનેલ છે.

સમગ્ર પ્રકરણ પણ શંકા ઉપજાવે એવો જ છે એકબાજુ વર્ષોથી અસરગ્રસ્ત આદિવાસીઓ સાથે અનેક વાટાઘાટો થઇ છે જેનો કોઈ જ નિરાકરણ આવેલ નથી, અસરગ્રસ્ત આદિવાસી ઓને અનેક સારા પેકેજ જાહેર કરેલ છે પરંતુ તેઓ તેમના ઘર જમીનો છોડવાની જરાય ઇચ્છા ધરાવતા નથી, આ મામલે જોકે રાજકીય રોટલો સેકવાનો પણ કેટલાક પ્રયાસો અમુક વ્યક્તિઓ હાથ ધરાતા હસે, પરંતુ શાસન હવે આક્રમક મુડમા આવેલ હોય આદિવાસીઓના પડખે રહેનારા કેવડીયા વિસ્તારના લખન મુસાફીરને પાંચ જીલ્લા ઓમાથી તડીપાર કરવાનાં હુક્મ જારી તેને તડીપાર કરાયેલ છે ત્યારે શુ હવે ડૉ પ્રફુલ વસાવાના રાજકીય કારકિર્દીના એંકાઉન્ટરનો તખ્તો ધડાઇ રહ્યો છે ? આ પશ્ર લોકમુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here