આદિવાસી વિસ્તારોમાં ભાજપામાં ભડકો થતાં અમિત શાહની ડેડીયાપાડામાં જાહેર સભાના ટુંક સમયમાં જ રાજપીપળામાં રોડ શો..!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રોડ શો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા ભાજપા દ્વારા વાહનો ભરી ભરીને નર્મદા જીલ્લા બહાર થી પણ જનમેદની ભેગી કરાઈ

રાજ્ય વિધાનસભા ની ચુંટણીઓ ને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા હોય ને ભારતિય જનતા પાર્ટી એ આદિવાસી વિસ્તારોમાં પોતાનાં ઉમેદવારો ને વિજયી બનાવવા માટે ની કમર કસી છે, નર્મદા જીલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તાર માં આ અગાઉ કોઈ પણ ચૂંટણી માં રાજ્ય સરકાર ના ગૃહ મંત્રી સહિત કેન્દ્ર સરકાર 4ગૃહ મંત્રી એ ડેરા નાખ્યાં હોય એવું બન્યું નથી, પરંતુ હાલ રાજ્ય સરકાર ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત કેન્દ્ર સરકાર ના ગૃહ મંત્રી અમિત શાહ નર્મદા જીલ્લા ની મુલાકાત વધારી દીધી છે!!

આ વખત ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી ભાજપા માટે શહેરી વિસ્તારો મા શિરદર્દ સમાન બની છે,નો આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને લીધે ભાજપા ને બેઠકો ગુમાવવાનો વારો આવશે તો તે સરભર કરવા માટે આદિવાસી વિસ્તારોમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકો ઉપર વિજય મેળવવા માટે ની વ્યૂહરચના સાથે ભાજપા મેદાન મા ઉતર્યું હોય એવું હાલ લાગી રહ્યું છે.

નર્મદા જીલ્લા માં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી જેમાં ડૉ દર્શનાબેન દેશમુખ ને ટિકિટ ફાળવી દેવાઇ જોકે લાઇન માં બબ્બે પુર્વ ધારાસભ્યો ઉભા હતા, એક પુર્વ વન મંત્રી શબ્દશરણ તડવી અને બીજા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા આ બન્ને ને સાઈડ લાઇન કરી પાર્ટી એ મહીલા ઉમેદવાર ને મેદાન મા ઉતારેલ છે,અને બહુજ મોટું જુગાર રમ્યો છે, કારણ પોતાની ઉમેદવાર તરીકે પસંદગી ના થતાં માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા એ ભાજપા ના જ સેંકડો કાર્યકરો ના સમર્થન સાથે અને મતવિસ્તાર ના લોકો ની સલાહ થી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જે ભાજપા માટે મરણસૈયા રૂપ બની રહી છે. જ્યારે 149 ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના દિગ્ગજ ગણાતા પુર્વ વન મંત્રી મોતીસિંગ વસાવા સહિત નર્મદા જીલ્લા પંચાયત ના બે પુર્વ પ્રમુખો શંકર વસાવા અને મનજી વસાવા સહિત અનેક મુરતિયાઓ એ ટિકિટ માંગી હતી પરંતુ તેમના પત્તા કપાયા અને યુવા ઉમેદવાર હિતેશ વસાવા ને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, જેથી પાર્ટી ના અસંતોષ સાથે ડેડીયાપાડા માં આમ આદમી પાર્ટી ના તરફે મતદારો નો વધુ પડતો જુકાવ ભાજપા માટે પારાવાર મુશ્કેલીનો સબબ બન્યો છે

આ તમામ પાસાઓ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે ડેડીયાપાડા ખાતે આવી એક જાહેર સભા સંબોધી હતી અને ભાજપા ના ઉમેદવાર ને વિજેતા બનાવવા લોકો ને અપીલ કરી હતી, તયારે નાંદોદ વિધાનસભા બેઠક માટે પણ ભાજપા ના ઉમેદવાર ડૉ દર્શના દેશમુખ નબળા પડવાના કારણે તેમજ પાર્ટી ની જુથબંધી ના કારણે આજરોજ ફરી એકવાર અમિત શાહ રાજપીપળા ખાતે આવી રોડ શૉ કર્યો હતો અને ભાજપા ના ઉમેદવાર નો પ્રચાર કર્યો હતો.

રોડ શો નિહાળવા મોટી સંખ્યા માં લોકો ઉમટી પડયા હતા ત્યારે આ લોકો જે ઉમટ્યા હતા તે નાંદોદ તાલુકાના માલમ પડયા નહોતા, આસપાસ ના વિસ્તાર માંથી પણ જનમેદની ભેગી કરીને અમિત શાહ પોતે લોકો ને નાંદોદ વિધાનસભા ના ભાજપા ના ઉમેદવાર ખુબજ સક્ષમ હોવાનો એક સંદેશ પાઠવવા આવ્યા હોય એમ ભાસિત થતું હતું.જોકે જનમેદની ઉમટી પડી હતી અને ભારે ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો. આવનારા દિવસોમાં આ જનમેદની શું ભાજપા ના મતો માં પરિવર્તિત થાય છે અને અમિત શાહ ની નર્મદા ની બબ્બે મુલાકાતો શું સાર્થક નીવડે છે આતો આવનારા દિવસોમાં જ માલુમ પડશે. પણ એટલું જરૂર છે કે નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં પણ હવે મતદારો માં જાગૃતિ આવી છે. અને મતદારો નિર્ભિક પણે પોતાની સ્વેચ્છાએ મતદાન કરતાં થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here