સિદ્ધપુરમાં ગણેશ ચતુર્થી વ્રતની ઉજવણી કરવામાં આવી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા વર્ષની સૌથી મોટી ઞણાતી માગશર વદ ચોથ(વેપારી ચોથ) ગણેશ ચતુર્થીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ગામધણી શ્રીગોવિંદરાયજી શ્રીમાધવરાયજીનાં મંદિર પરિસર ખાતે શાસ્ત્રી લાલાભાઇ મહારાજ દ્વારા ૧૮ બહેનોને ગણેશ ચતુર્થી વ્રતની ઉજવણી કરાવવામાં આવી હતી આ પ્રસંગે સિ.ઔ.સહસ્ત્ર મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ હર્ષાબેન શુક્લા,પ્રજ્ઞાબેન ઠાકર,પ્રફુલાબેન પંડ્યા,પ્રકાશ દવે,ધર્મિષ્ઠાબેન ઠાકર સહિત મહિલા ઉત્કર્ષની મંડળ ની બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here