સાવરકુંડલા તાલુકા વિસ્તારનાં દાધીયા ગામેથી એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

બાબરા,(અમરેલી), હિરેન ચૌહાણ

ગુજરાત રાજ્યનાઅધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વાર રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ  (ઝુંબેશ) તા.૦૫/૦૯/૨૦૨૦ થી તા.૨૫/૦૯/૨૦૨૦ નું આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંઘાને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય  નાઓએ એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એમ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામમાં રહેતા દિલુભાઇ ભાભલુભાઇ ડાંગર, પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખેલ છે જે અનુસંધાને સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી
દિલુભાઇ ભાભલુભાઇ ડાંગર ઉ.વ.૩૨ ધંધો. ખેતી રહે.દાધીયા, હોળીધાર તા.સાવરકુંડલા જી.અમરેલી.
પકડવાનો બાકી રહેલ આરોપી
ચંપુભાઇ ભાભલુભાઇ ડાંગર ઉ.વ.૩૪ ધંધો. ખેતી રહે.દાધીયા, હોળીધાર તા.સાવરકુંડલા જી.અમરેલી.

કબ્જે કરેલ મુદ્દમાલ
ભેજવાળો ગાંજો ૧ કિલો, ૩૦૦, ગ્રામ, તથા એક પ્લાસ્ટીકની થેલી કિ.રૂા.૦૦/- મળી કુલ *કિ.રૂા.૧૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વઘુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે તથા પકડવાનો બાકી રહેલ આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય  નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઈન્સ., ઘારી, ડો.એલ.કે.જેઠવા તથા  એસ.ઓ.જી. પો.સ.ઈ., એમ.એ.મોરી તથા *એસ.ઓ.જી. ટીમ દ્વારા એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here