શહેરા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરના લારી પથારા વાળા જોડે ટાઉનહોલ ખાતે બેઠક યોજવામાં આવી…

શહેરા, (પંચમહાલ)-ઇમરાન પઠાણ :-

શહેરા નગરમાં છેલ્લા કેટલાક સમયગાળાથી દબાણ દૂર કરવાનો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં દબાણ કરતા ની 10 દિવસમાં જૈસે થે ની સ્થિતિ પાછી ઊભી થઈ જાય છે જ્યારે શહેરા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા મંગળવારના રોજ શહેરા નગરમાં અડચણરૂપ ની બૂમોને લઈ રસ્તાઓનું વિઝીટ કરવામાં આવ્યું હતું જે માટે શહેરા ચીફ ઓફિસર તેજલબેન મુંધવા દ્વારા લારી પથારા વાળાઓને શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે બોલાવી એક બેઠક યોજવામાં આવી હતી જેમાં શહેરા નગરમાં પથારા ચલાવતા ધંધાદારીઓને નગરપાલિકા દ્વારા પાંચ જગ્યા ફાળવીને જે તે જગ્યા નજીક પડતી હોય તે જગ્યાએ તેમનો ધંધો કરવાનો રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં લારી પથારા વાળા રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે શહેરા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી મેન બજાર પરના રોડને વન વે કરવામાં આવે તો અડચણ રોડ થાય તેમ નથી તથા ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય તેમ નથી પરંતુ નગરપાલિકા દ્વારા તે યોગ્ય ન ગણી તેવો દ્વારા લેવાયેલા નિર્ણયને ગગ્રાહ્ય ગણિ શહેરા નગરની પાંચ જગ્યાએ તેમનો ધંધો રોજગાર ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત કચેરી ની સામે,અણીયાદ ચોકડી પાસે અણીયાદ રોડ, રેલવે સ્ટેશન રોડ, શહેરા નગરના મુખ્ય તળાવની પાળ તથા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાકભાજી માર્કેટ જે તે જગ્યા લારી પથારા ચલાવતા રોજગારો દ્વારા જે નજીક પડતું હોય તે જગ્યાએ તેમને તેમનો ધંધો રોજગાર ચલાવવાનો રહેશે અને જે લોકો નગરપાલિકાના આ નિર્ણયને ગ્રાહ્ય નહીં રાખે તેના સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા જે તે લારી પથારા વાળાના લારી તથા સામાન જપ્ત કરવામાં આવશે આ બેઠક નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મુંધવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં શહેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા તમામ વોર્ડના કોર્પોરેટર હાજર રહ્યા હતા તથા અંદાજિત 300 જેટલા લારી પથારા વાળા પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here