કાલોલ : વેજલપુર ચલાલી ચોકડી પાસે બે બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇકના ચાલકોને ગંભીર ઇજાઓ થતાં એકનું સારવાર દરમ્યાન મોત

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ થી ગોધરા જતા રોડ ઉપર ચલાલી ચોકડી પાસે રોડ ક્રોસ કરતા બે મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને મોટર સાઇકલના ચાલકોને ગંભીર ઇજાઓ થયેલ છે. જેમાં એક ઈસમનું ગોધરા સિવિલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજેલ છે જ્યારે બીજા ઈસમને ગંભીર ઇજા થતાં તેને પણ સારવાર અર્થે દવાખાનામાં ભરતી કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર: તા.૧૯/૦૬/૨૦૨૧ શનિવારના રોજ સાંજના પોણા આઠેક વાગ્યાના અરસામાં કાલોલ થી ગોધરા જતા રોડ ઉપર વેજલપુર ગામની ડેરીએ થી દૂધ ભરી ઘરે પરત ફરતાં મોટરસાયકલ G-j -17 BF-3002 લઈને રોડ ક્રોસ કરતી વખતે ચલાલી ચોકડી પાસે કાલોલ તરફથી G-J-17-AC-9998ના ચાલક તેની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી બેદકારીથી હંકારી લાવતા વેજલપુરના ઉત્સવ ભાઈ દિનેશભાઈ તથા આશિષભાઈને અડફેટમાં લઇ ટક્કર મારતા બંને જણા નીચે પછડાતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં એમ્બ્યુલન્સ મંગાવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયેલ હતા ડોક્ટર શ્રી એ સારવાર દરમિયાન તપાસી બાઈક પાછળ બેસેલા ઉત્સવ ભાઈ ને મરણ જાહેર કરેલ હતા
આ અકસ્માત બાબતે મરણ જનાર ઉત્સવ ભાઈ દિનેશભાઈના કુટુંબીક બકોર ભાઈ ઉગમશી ભાઈ તથા ઇશ્વરભાઇ દેવસી ભાઈ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનના કાયદેસરની ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે.G-J-17-AC-9998ના ના ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here