સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.83 મીટર પહોંચી

કેવડિયા કોલોની, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ચાર દિવસમાં દોઢ મીટરથી પણ વધુનો વધારો નોંધાયો

કેનાલ હેડ પાવર હાઉસ શરૂ કરી વીજળીનું ઉત્પાદન હાથ ધરાયું

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો નોંધાય રહ્યો છે. મધ્યપ્રદેશ સહિત નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણીની ભારે આવક થતા આજરોજ સવારે 6:00 કલાકે નર્મદા ડેમની જળ સપાટી 122.83 મીટર નોંધાઈ હતી.

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત દિન પ્રતિદિન વધારો નોંધાવી રહ્યો છે નર્મદા ડેમની જળ સપાટી તારીખ બીજી જુલાઈના રોજ 121.28 મીટર એ હતી ત્રીજી તારીખે 121.22 મીટર ચોથી તારીખે 121.22 મીટર એ નોંધાઈ હતી ત્યારે આજ રોજ સવારે નર્મદા ડેમની જળ સપાટી 122.83 મીટર પહોંચી છે ડેમ ખાતે 36,000 કયુસેક થી વધુ પાણીની આવક થઈ રહી છે જ્યારે સી એચ પી એચ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન હાથ ધરી 5500 કયુસેક જેટલું પાણીનું આઉટફલો પણ થઈ રહ્યું છે. નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે જો આપણે ભૂતકાળ ની વાત કરીએ તો નર્મદા ડેમ ખાતે જ્યારે દરવાજા બેસાડવામાં આવ્યા નહોતા ત્યારે 121.92 મીટરે ડેમ ઓવર ફ્લો થતો હતો, અને નયનરમ્ય નજારા સર્જાતા હતા. પરંતુ ડેમ ઉપર દરવાજા 121.92 મીટરે ફીટ કરવામાં આવતા હવે ડેમની 138.68 મીટરે ભયજનક સપાટી પહોંચી છે , જો દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો હાલની સ્થિતિએ નર્મદા ડેમ લગભગ 1.5 મીટર થી પણ વધુ ઓવર ફલો થયો હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here