કેવડિયા કોલોની ખાતે એકતા ઓડિટેરિયમમાં સદભાવના બેઠક યોજાઈ

કેવડિયા કોલોની(નર્મદા) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

આર.એસ.એસ.ના પ્રવક્તા ડો.ઇન્દ્રેશકુમારજી એ બેઠક સંબોધી

કેવડિયા કોલોની ખાતે એકતા ઓડિટેરિયમ માં સદભાવના બેઠક યોજવામાં આવી હતી જેમાં નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લા ના લઘુમતી મોરચા ના તથા આર.એસ.એસ. વી.એચ.પી ના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ડૉ.ઇન્દ્રેશ કુમાર નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને લઘુમતી મોરચાના છોટાઉદેપુર જિલ્લો અને નર્મદા જિલ્લા ના તમામ કાર્યકર્તાઓએ ફોલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને સદભાવના બેઠક નું સંબોધન આર.એસ.એસ.ના પ્રવક્તા ડો.ઇન્દ્રેશ કુમારજી એ કર્યું હતુ જેમાં ઇન્દ્રેશ કુમાર ને પત્રકારો દ્વારા આવનારી ચૂંટણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યુ કે મુસ્લિમ મંચ ના કાર્યક્રમો જે છે તે ચૂંટણી થી પ્રભાવિત કાર્યક્રમો નથી થતા અને એમને જણાવ્યું કે જય હિન્દ સુભાષ ચન્દ્ર બોઝ એ ગજવ્યુ અને વિભાજન હિન્દુસ્તાન વેર વિખેર ના થઈ જાય અને અંગ્રેજોની જળમાં ફસાઈના જાય તે માટે એક હિંદના રૂપ માં સરદાર પટેલે બનાવ્યુ એટલા માટે એક હિન્દ જય હિન્દ એનો ઉદભોસ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આજની સભામાં કરવાનો અંદાજ હતો અને એજ અહીંયા બતાવવામાં આવ્યુ જે પુરખો થી એક છે વતન થી એક છે અને આદરથી એક છે હિન્દુસ્તાન થી હિન્દુસ્તાની ભારત થી ભારતીય હિન્દ થી હિન્દી અને હિન્દુ છે હતા અને રહીશું જેને જે શબ્દ સારા લાગેછે તે શબ્દ માની તે રહી શકેછે આ બધા નામો હતા અને છે કેમ કે કુદરતેજ દુનિયામાં માણસની ઓળખ જાત ભાત થી નહી મજહબ થી નહી પાર્ટી થી નહી કામ ધંધાથી નહી પરંતુ એના વતન થી કરીછે એટલે વતન થી જે પ્રેમ કરે વતન ની તારક્કી માટે કામ કરે જરૂરત પડવા પર વતન માટે જે કુરબાની આપે એને સ્વર્ગ મળેછે અને સ્વર્ગ મેળવવા માટે પ્રથમ દેશ પ્રેમ પછી દેશ પ્રેમ સતત અને દેશ પ્રેમ અંત સુધી બની રહે તો સ્વર્ગ મસીબ થાય છે એટલા માટે મળી ને ચાલીયે અને વધારા માં જણાવ્યું કે 62 વર્ષ અમે એવા નિયમો જોયા છે જેમાં લડાઈ ઝઘડા અપરાધ હતા ત્યાર બાદ 6વર્ષ અટલબિહારી વાજપેયી અને 7 વર્ષ થી નરેન્દ્ર મોદી ના કાર્યકાળ માં ઝઘડા થી આતંક થી જંગ થી મુક્ત થઈને દેશ આગળ વધી રહ્યો છે અને આપણે પણ જાતમાં ઝઘડા ન કરીએ મજહબ પર ભડકીને બરબાદી ના કરીયે જે ગરીબ મજબુર દુઃખી પીડિત કમજોર છે એમના માટે પ્રાર્થના કરીએ અને મદદ પણ કરીયે કેમ કે આ દેશમાં કોઈ ગરીબ ના રહે કોઈ દુઃખી ના રહે અને મદદ પણ કરે જેવી રીતે કોરોના કાળમાં આખી માનવજાતિ અને માનવતાને બચાવવા માટે હિન્દુસ્તાને એક શાનદાર ભૂમિકા નિભાવી છે આખી દુનિયાને આયુર્વેદ યુનાની આપ્યું ઉકાળો આપ્યો યોગ આપ્યો પ્રાકૃતિક ચિકિત્સા આપી લોકડાઉન આપ્યુ અને વેકસીન પણ આપી જ્યારે આખી માનવજાતી હાહાકાર કરીને મોત ને રોકીને માણસ ને જીવન આપવાનું કામ કર્યું છે એટલા માટે આટલી મોટી તરક્કી અને તાકાત છે આમ જણાવ્યું અને અંતમાં આવાજ દો હમ સબ એક હે એમ કહી ઇન્દ્રેશ કુમારે સંબોધન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here