નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 9 મોટર સાયકલ ચોરી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા પાસેના ચિત્રાવાડી ગામની એક સોસાયટીમાંથી ચાર દિવસ પહેલા જ મોટરસાયકલ ચોરી કરનાર આરોપી ઝડપાયો

ચોરી કરેલ મોટરસાયકલ બગડી જતા તેને ઝાળીઓમાં સંતાડી અક્કલકુવા ચાલ્યો ગયો એ જ મોટરસાયકલ લેવા આવ્યો અને પોલીસના હાથે ઝડપાયો

નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને હાથે આજરોજ નવ નવ મોટરસાયકોલો ની ચોરી કરનાર મહારાષ્ટ્રના અક્કલકુવા નો આરોપી ઝડપાયો હતો. રાજપીપળા પાસેના ચિત્રાવાડી ગામ ખાતેની એક સોસાયટીમાંથી ચોરી કરેલ મોટરસાયકલ બગડી જતા તેને ઝાળીઓમાં સંતાડી ચોરી કરીને મોટરસાયકલને લેવા માટે પુનઃ આજરોજ આવતા નર્મદા જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપી નવ નવ ચોરીઓના ભેદ ઉકેલ્યા હતા .

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજરોજ જીત નગર તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક નંબર પ્લેટ વગાડે મોટરસાયકલ લઈને તેને દોરી ને એક હિસાબ રાજપીપળા તરફ જઈ રહ્યો હતો આ હિસાબ ઉપર પોલીસને શંકા જતા તેને ઉભો રાખી તેની પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછમાં તેણે તેનું નામ વિક્રમ ઉર્ફે પિંટિયા ઉર્ફે કેલીયા વસાવા રહે.સાકલી તા. અક્કલકુવા જી નંદરબાર મહારાષ્ટ્ર નો હોવાનું જણાવ્યું હતું, આ શંકાસ્પદ જણાતા ઈસમ પાસે હીરો ડીલક્ષ ભૂરા પટ્ટાવાળી મોટરસાયકલ હોય અને તે તેને દોડતો દોડતો રાજપીપળા તરફ જતો હોય પોલીસને શંકા જતા તેને પોલીસ મથકમાં લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરતા તેને આ મોટરસાયકલ થોડાક દિવસ પહેલા રાજપીપળા પાસે આવેલ ચિત્રવાળી ગામની એક સોસાયટીમાંથી ચોરી હતી અને આ મોટર સાયકલ લઈને તે મહારાષ્ટ્ર તરફ જતો હતો ત્યારે મોટરસાયકલ રસ્તામાં બગાડતા આ મોટરસાયકલ તેણે જાડી ઝાંખડામાં સંતાડી દીધી હતી અને પોતે અક્કલકુવા પરત ફર્યો હતો, જે મોટરસાયકલને તે આજરોજ પુનઃ લેવા માટે આવ્યો હતો અને તેને દોરીને રીપેર કરાવવા માટે રાજપરા તરફ જતો હતો ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડેલા આરોપી ની સઘન પૂછપરછ એલ સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ખાંભલા એ હાથ ધરતા તેણે સાગબારા, નંદુરબાર, ભરૂચ, સુરત અને રાજપીપળા માંથી મોટર સાયકલની ચોરીઓ કરી હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસ તપાસમાં આ આરોપી નવ નવ મોટરસાયકલની ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here