રાજપીપલા ખાતે મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં “આરોગ્ય મેગા હેલ્થ કેમ્પ” નો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેશના વિકાસમાં સહભાગી બનવા માટે શિક્ષણની સાથે દરેક નાગરિકની તંદુરસ્તી પણ ખૂબ જ જરૂરી છે

પૂર્ણેશભાઇ મોદી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નિરામય કાર્ડ-૫, ડિઝીટલ હેલ્થ આઇ ડી-૨ અને MA-PMJAY ના-૩ કાર્ડ લાભાર્થીઓને એનાયત કરાયાં

નિરામય ગુજરાત” અભિયાન દ્વારા રાજ્યના દરેક વ્યક્તિની આરોગ્ય અને આર્થિક સુખાકારીમાં વધારો થશે અને અકાળે મૃત્યુથી વ્યક્તિને બચાવી શકાશે : મંત્રી પૂર્ણેશભાઈ મોદી

ગુજરાતના મુંખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વની સરકાર ધ્વારા બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી “નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાયેલા “નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિંલાબરીબેન પરમાર, જિલ્લા કલેકટર ડી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, રાજપીપલા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત આરોગ્ય કર્મીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કેમ્સ ખાતે “આરોગ્ય મેગા હેલ્થ કેમ્પને દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મુક્યો હતો.

મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતુ કે, રાજ્યના મુંખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી “નિરામય ગુજરાત” અભિયાનનો પ્રારંભ કરીને માનવતાનું એક ઉત્તમ પગલું ભર્યું છે. “નિરામય ગુજરાત” અભિયાન ધ્વારા રાજ્યના દરેક નાગરિકને હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, કિડનીની બિમારી, કેલ્શિયમની ઉણપ સહિત વિવિધ રોગોની સમયસર નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. આ બિમારીઓ લાંબાગાળાની હોવાથી લોકોને તેમની આવકમાંથી ઘણો મોટો ભાગ તેની સારવાર પાછળ ખર્ચવો પડતો હતો હવે તેમાંથી મુક્તિ મળશે. અને બિનચેપી રોગથી ગ્રસિત વ્યક્તિ અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી સામે રક્ષણ મળશે અને રાજ્યના દરેક વ્યકતિની આરોગ્ય અને આર્થિક સુખાકારીમાં વધારો થશે અને અકાળે મૃત્યુથી વ્યક્તિને બચાવી શકાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં જણાવ્યું હતુ કે, “ નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત અંતરિયાળ અને છેવાડાના લોકોને પણ વિના મૂલ્યે લાભ મળી રહેશે.દેશના વિકાસમાં સહભાગી બનવા માટે શિક્ષણની સાથે દરેક નાગરિકની તંદુરસ્તી પણ ખૂબ જ જરૂરી હોવાનું મંત્રીશ્રી મોદીએ જણાવ્યું હતું.

સાંસદ મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક ઉબોધન કરતાં જણાવ્યું હતુ કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યની સરકાર ધ્વારા અનેકવિધ અરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે, જેના લાભો છેવાડાના લોકો સુધી પહોચ્યાં છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસનના સહયોગ થકી આરોગ્યલક્ષી સુવિધાઓ નર્મદા જિલ્લાને સમયસર મળી છે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં પારદર્શક અને પ્રજાલક્ષી કામો થઇ રહ્યાં હોવાનું શ્રી વસાવાએ ઉમેર્યું હતું.

પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલા “નિરામય ગુજરાત” અભિયાનના કાર્યક્રમનું ઓનલાઇન માધ્યમ થકી કરાયેલા જીવંત પ્રસારણની સાથે ઉપસ્થિત સહુ કોઇએ “નિરામય ગુજરાતની” ફિલ્મ નિદર્શન પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નિરામય કાર્ડ-૫, ડિઝીટલ હેલ્થ આઇ ડી-૨ અને MA-PMJAY ના-૩ કાર્ડ લાભાર્થીઓને એનાયક કરાયાં હતાં. કાર્યક્રમના અંતમાં “નિરામય ગુજરાત” ના શપથ લીધા હતાં.

રાજપીપલા ખાતે યોજાયેલા “નિરામય ગુજરાત” મેગા હેલ્થ કેમ્પમાં હિમોગ્લોબીન તપાસ, બ્લડ સુગર, સીરમ ક્રએટીન, બ્લડ યુરિયા, યુરિન સુગર- આલ્બ્યુમિન, લીપીડ પ્રોફાઇલ, લીવર ફંકશન ટેસ્ટ, સીરમ કેલ્શિયમ વગેરેની તપાસ ઉપરાંત નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ ECG ની સુવિઘા, MA/PMJAY કાર્ડ, તજજ્ઞો સાથે ટેલીમેડીસીનની ઉપલબ્ધ કરાયેલી વ્યવસ્થાનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

કાર્યક્રમ અગાઉ મંત્રી પૂર્ણેશભાઇ મોદી સહિત અન્ય મહાનુભાવોએ આરોગ્યલક્ષી ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. પ્રારંભમાં સવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલે આભારદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here