આમ આદમી પાર્ટી મોરબીના યુવા જોડો અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા…

મોરબી,
આરીફ દીવાન

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવેલ છે ત્યારે ગુજરાતમાં યુવાનોને પ્રજાહિતની રાજનીતિમાં આગળ લાવવા મોરબી ખાતે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પોફેસર કિશોરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી આવનાર તમામ ચૂંટણીઓ લડવા માટેની ત્યારીઓ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ તેમજ શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ ની અગવાનીમાં યોજવામાં આવેલ. કાર્યક્રમ નું સફળ સંચાલન મીડિયા કોરડીનેટર અને મોરબી શહેર મહામંત્રી પરેશ પારીઆ દ્વારા કરવામાં આવેલ. હતું જે સમગ્ર કાર્યક્રમની તસવીરમાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકરો હોદ્દેદારો તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here