શહેરા : સુરેશભાઈ પરમારની LJP પાર્ટીના જીલ્લા જીલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

અમદાવાદ ખાતે લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એલ.જે.સુથારની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપાધ્યક્ષ અને પ્રવક્તા પવન રામાનુજ નેતા કાનજીભાઈ સુથાર, નયનાબેન,મનિષાબેન અનિલભાઈ કાપડિયા, જાકીરભાઇ પોચા, ઉપસ્થિત હતા. જેમાં જરૂરી ચર્ચા વિચારણા કરીને પંચમહાલ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ તરીકે શહેરા તાલુકાના પર્સનલ ગામના વતની અમે રાજકીય મોમો ધરાવતા સુરેશભાઈ પરમારની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી.જે નિર્ણયને ઉપસ્થિતોએ વધાવી લીધો હતો.પ્રદેશ અધ્યક્ષ દ્વારા પંચમહાલ જિલ્લામાં લોક જનશક્તિ પાર્ટી નો વ્યાપ વધે તે માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here