શહેરા : શ્રાવણના છેલ્લા સોમવારે મરડેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે  ઉમટ્યા…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલ મરડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની દર્શન માટે ભીડ જોવા મળી હતી અને ભક્તોએ મરડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જોકે દર્શનાર્થે આવેલા ભક્તો સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જોવા મળ્યા હતા. આ મરડેશ્વર મહાદેવ મંદિરનું શિવલીંગ સ્વયંભુ મરડ નામના પથ્થરમાંથી બનેલું છે,જે શિવલીંગમાંથી અવિરત ગંગાજળ વહેતું હોય છે અને દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાની માન્યતા છે, જેથી આ મંદિરના દર્શને દૂર-દૂરથી ભક્તો આવતા હોય છે,પરંતુ હાલ ચાલી રહેલી કોરોના મહામારીને લઈને ભક્તો ઓછી સંખ્યામાં મંદિરના દર્શન માટે આવતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here