શહેરા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર યથાવત…સંક્રમણ સ્થિતિ હોવા છતાં લોકોમાં અજ્ઞાનતાનો ભાવ…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

શહેરા તાલુકામાં અને શહેરામાં કોરોનાએ પિક લેવલમાં પ્રવેશ કર્યો હોય તેમ રોજબરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.સ્થાનિક સંક્રમણ વધતા અને લોકોમાં મહામારીની સ્થિતિને ગંભીરતાથી લેવાની જ્ગ્યાએ પોતાની અજ્ઞાનતા રજૂ કરતા હોય તેમ ભીડભાડવાળી જગ્યાએ વગર માસ્કે ફરતા નજરે પડે છે,એક તરફ પ્રશાશન કોરોના સંક્રમણ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે તો બીજી તરફ લાપરવહા લોકો છે. કદાચિત આના જ પરિણામ સ્વરૂપ મંગળવારના રોજ શહેરા સિંધી ચોકડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય ગૃહિણી જહાનવીબેન પ્રદીપકુમાર ત્રિલોકચંદાની,૭ વર્ષીય જૈન્ય જયેશકુમાર ત્રિલોકચંદાની જ્યારે કે રોહિતવાસમાં રહેતા ૪૦ વર્ષીય પરમાર કૈલાશબેન જયંતીભાઈ અને પરમાર પ્રકાશ જયંતીભાઈ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા તમામ ને ગોધરા સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયાં કોવિડ-૧૯ ની નવીન માર્ગદર્શિકા મુજબ કેટલાકને હોમ આઈસોલેસન કરવામાં આવ્યા છે.

શહેરા નગરપાલિકામાં ઈજનેર તરીકે ફરજ નિભાવતા જીગ્નેશભાઈ શાહે શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ ના લક્ષણો જણાતા તે માટે ની તપાસ કરાવતા તેઓનો કોરોના સંક્રમણ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ ગોધરા સિવિલ હોસ્પિટલ માં કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહયા હોવાની માહિતી સાંપડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here