શહેરા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડુતબીલ મામલે તંત્રને આવેદન આપવામાં આવ્યુ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતી તેમજ પંચમહાલ જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ખેડૂતબીલના કાયદાના વિરોધમાં આવેદન આપવામાં આવ્યુ હતુ.જેમા કૌંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે તાલુકા કોંગ઼ેસ સમિતીની આગેવાની હેઠળ ખેડુત બીલનો વિરોધ કરવામા આવ્યો હતો.આ બીલ પાછુ ખેચવાની માંગ સાથે એક લેખિત રજુઆત કરવામા આવી હતી.તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા “ન્યાય માટે આંદોલન કરતા ખેડુતોને સહયોગ આપો” અને ખેડૂતોની માંગ પુરી કરવામા આવે તેવા બેનરો દર્શાવીને ભાજપ સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.અને મામલતદાર મેહૂલ ભરવાડને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. આવેદન આપવા કોંગ્રેસ અગ્રણીઓની સાથે મહિલા કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here