બોડેલી : કોસિન્દ્રા પાસે આવેલ મારુતિ કોટન જિન ખાતે CCI દ્વારા કાર્યરત ખરીદ કેન્દ્ર ઉપર કપાસ વેચવા આવેલ ખેડૂતોની પીડાને ઉજાગર કરવા પહોંચેલ મીડિયા કર્મીઓનો ઘેરાવો કરવામાં આવ્યો

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાજ મેમણ

ત્રણ ખાનગી ચેનલના પ્રતિનિધિઓને જિન માલિક અને CCI ના પ્રતિનિધિઓ અને વેપારીઓ દ્વારા અડધો કલાક સુધી બંદી બનાવ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીના કોસિન્દ્રા ખાતે સીસીઆઈ દ્વારા ગેરકાયદેસર કપાસની ખરીદી કરવાનાં તેમજ કપાસ વેચવા આવેલા ખેડૂતોને પડતી હાલાકી જેવાં પ્રશ્નોને વાચા આપવા પહોંચેલા મીડિયા કર્મીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.  કોસિન્દ્રા ગામ ખાતે મારુતિ કોટન જિનમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે. સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે પોષણક્ષમ ટેકાનો ભાવ તો જાહેર કર્યો પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછી રકમ ચૂકવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને તેમના કપાસની સામે એક કાચા કાગળ ની પરચી ઉપર વજન લખી ખેડૂતો સાથે છેતરપિંડી આચરાતી હોવાનું પણ સામે આવ્યું છે. મહામહેનતે પોતાના પરસેવા થી પકવેલા પાકને વેચવા માટે ખેડૂતોને મહા મુસીબત નો સામનો કરવો પડી રહ્યો છે. કડકડતી ઠંડીમાં આખી રાત લાઈનમાં ઉભા રહે છે. ખેડૂતો સાથે અન્યાય અને ખેડૂતોની પડતી હાલાકી બાબતે સીસીઆઈના અધિકારીને પૂછવા જતાં કેન્દ્ર ઉપર અધિકારીની હાજરી જ ન હતી જ્યારે હાજર કર્મી એ ઉદ્ધતા પૂર્વક જવાબ આપ્યો. એટલે થી ના અટકતા હાજર સીસીઆઈના કર્મીઓ, જિન સંચાલકો તેમજ તેમના મળતીયાઓ એ ત્રણ ખાનગી ચેનલના પ્રતિનિધિઓ નો ઘેરાવો કર્યો હતો અને ત્રણેયને બંદી બનાવી 30 મિનિટ સુધી ગોંધી રાખ્યા હતા અને કેમેરા અને મોબાઈલ ઝૂંટવી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

તોલ કર્યા પછી કાચી પાવતી આપે છે એમાં જે ઘટ કાપીને આપે છે એના કરતાં બહેતર એ છે કે પાકા બિલમાં લખી આપે જેથી ઉપર સુધી ખબર પડે કે આટલા ભાવ ફેરફાર કરીને આપે છે એક જ જીનમાં માલનો બધો ભરાવો થતા રાતના ઉજાગરા કરવાનો પડે છે રાત્રે આઠ વાગ્યાથી અમે આવીને બેઠા છે અને રાત્રે બધી દુકાનો બંધ હોઈ છે એટલે ખાવા માટે પણ તકલીફ પડે છે લાઈનમાં વાહનો રોડ પર હોઈ છે બે દિવસ પહેલા પણ ટ્રાફિક ફૂલ થયો હતો અને અકસ્માતના ભય વધી જતાં હોય છે.

રાતના દસ વાગ્યે અહીંયા ટ્રેકટર મૂક્યું તો પણ અમારો નંબર આવ્યો નથી. રાત્રીના ઉજાગરા અને એના માટે કરવો પડતો ખર્ચ આ બન્ને ખેડૂતોને વધારાનો ભાર છે એટલે જો નજીકમાં બીજું સેન્ટર ખોરવામાં આવે તો ખેડૂતોની તકલીફ છે તે પણ ઓછી થાય આ આખો દિવસ કપાસ વેચવાના ટાઈમમાં જ જતો રહે છે પછી ખેડૂત આખો દિવસ કઈ કરી શકતો જ નથી. તો આ બીજું સેન્ટર થાય તો ઝડપ થી આ પ્રક્રિયા થઈ જાય તો ખેડૂત છે બીજું કામ પણ કરી શકે. આ નાનું ગામ છે એટલે રાત્રે છ વાગ્યા પછી અહીંયા કશું હોતું નથી. : દેવનત ભાઈ પટેલ – ખેડૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here