શહેરા તાલુકાના SC ST દિવ્યાંગ બાળકોને MR કીટ વિતરણ કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સમગ્ર શિક્ષા, શહેરા દ્વારા તાલુકાના દિવ્યાંગ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. જે અંતર્ગત SC તેમજ ST ના 9 દિવ્યાંગ બાળકોને NIEPID સિકંદરાબાદના સહયોગથી MR કીટ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર સાહેબના વરદ હસ્તે ગોધરા બી.આર.સી.ભવન ખાતેથી એનાયત કરવામાં આવી હતી. જેમાં સીમલેટ પ્રા.શાળા, કવાલી પ્રા.શાળા, બોરીઆ પ્રા.શાળા, ગરાડીયા પ્રા.શાળા, ઉન્નતિ વિદ્યાલય બોરીઆ, રમજીની નાળ પ્રા.શાળા, સરસ્વતી વિદ્યાલય મોર ઊંડારા અને દક્ષિણ બારીઆ પ્રા.શાળાના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. MR કીટમાં મૂળાક્ષરોના બ્લોક, નકલી નાણું, સામાન્ય જ્ઞાનના ફ્લેશ કાર્ડ, અક્ષર શબ્દોના લાકડાના બ્લોક, એક સંખ્યા વાળા લાકડાના કાર્ડ, માપવાના સાધનો, વજન કાંટો, મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ તેમજ સંખ્યાના બ્લોક વગેરેનો સમાવેશ જોવા મળ્યો હતો. બી.આર.સી.કો.ઓર્ડીનેટર, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ MR કીટ દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મદદરૂપ બનશે. તેમજ સ્પેશિયલ એજ્યુકેટર મનીષ પટેલ, રમેશ પગી, હિરેન જોશી અને હેમલત્તાબેન પંડ્યા તથા અન્ય IED વિભાગના કર્મચારીઓની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સતત કાર્યશીલ રહીને કરેલ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મદદનીશ જિલ્લા IED OIC નરેશભાઈ પટેલ તેમજNIEPID સિકંદરાબાદનો આભાર વ્યક્ત કર્યો હતો. MR કીટ વિતરણ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અને શિક્ષણ વિભાગની SOP અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here