વ્યાધર ગામની સિમ કોતરમાં છાપો મારી ત્રણ ઝુગયારિયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી તિલકવાડા પોલિસ

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશનના ASI બળવંતભાઈ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ નાઓ તિલકવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના બીટ નંબર 1 વિસ્તારમાં હોળી ધુળેટી તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને બતમીદાર થી બાતમી મળેલ કે વ્યાધર ગામ ની સિમ કોતર માં ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર જુગારની રમવાની પ્રવૃત્તિ ચાલે છે જે બાતમીના આધારે તિલકવાડા પોલીસ દ્વારા વ્યાધર ગામની સીમ કોતરમાં રેડ કરતા રેડ દરમિયાન (1) પ્રકાશભાઈ જશુભાઈ તડવી રહે (2)જયેશ ભાઈ ધનાભાઈ તડવી (3) અજયભાઇ નવીનભાઇ તડવી ત્રણે રહે વ્યાધર તાલુકો તિલકવાડા નાઓ ઝડપાઈ આવ્યા હતા તિલકવાડા પોલીસ દ્વારા ત્રણે ઈસમો ની અંગઝડતી દરમિયાન રૂપિયા 440 દાવ ઉપર લગાડેલા 360 મળી કુલ ૮૦૦ નો મુદ્દામાલ કબજે કરીને ત્રણે ઈસમો ને ઝડપીને ત્રણ ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here