ટેકરા કામશોલી નજીક સીમ વિસ્તારમાંથી એક સાથે ચાર બોરના તાંબાના વીજ વાયરોની ચોરી થતાં ખેડૂતોમાં ભારે રોષ

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ટેકરા કામશોલી નજીક સીમ વિસ્તારમાંથી એક સાથે ચાર બોરના 256 ફૂટ તાંબાના વાયરની ચોરી થઈ હોવાનો ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના કામસોલી ટેકરા ગામ નજીક સીમ વિસ્તારમાં કનુભાઈ ચીમનભાઈ કડવી રહે ટેકરા કામશોલી તાલુકો તિલકવાડા ના ખેતરમાં આવેલ ખુલ્લામાં પાણી ખેંચવાની મોટર થી વીજળી સુધીનો આશરે 80 ફૂટ કેબલ વાયર કિંમત રૂપિયા 8400 તેમજ અખ્તર હુસેન ફકીર મહંમદ ઘોરીના ખેતરમાં આવેલ પાણી ખેંચવાની મોટર નો વીજ મીટર સુધીનો આશરે 56 ફુટ કેબલ વાયર ની કિંમત રૂપિયા 5880 તેમજ સુલતાન મહંમદ ના ખેતરમાં આવેલ પાણી ખેચવાની મોટર થી વીજળી મીટર સુધીનો આશરે 60 ફૂટ કેબલ વાયર કિંમત રૂપિયા 6300 તેમજ ભીખાભાઈ દેસાઈ રબારી ના ખેતરમાં આવેલ પાણી ખેચવાની મોટર થી વીજ મીટર સુધીનો આશરે 60 ફૂટ કેબલ વાયર કિંમત રૂપિયા 6300 મળી ચાર બોર ના તાંબાનો કુલ કેબલ વાયર 256 ફુટ કિંમત રૂપિયા 26880 ની કિંમત નો વાયર કોઈ અજાણ્યા ઈસમ ચોરી ગયા હોવાની માહિતી મળેલ છે.

આ પ્રકાર ની ઘટના થોડા દિવસ અગાવ પણ બની હતી આ વિસ્તાર ના ખેતર વિસ્તાર માંથી થોડા દિવસ પહેલા મોટર ના તાંબા ના વાયર ની ચોરી થઈ હતી આજે ફરી એક વાર આ વિસ્તાર ના ખેતરો માંથી એક જ રાતમાં ચાર બોર ના તાંબા ના વાયરોની ચોરી થતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વીજ કેબલના ચોરોને વહેલામાં વહેલી તકે ઝડપી ને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે.

તિલકવાડા પોલીસને ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ કલમ 379 મુજબ કાયદેસર નો ગુનો નોંધી ને ચોર ઈસમો ને ઝડપી પાડવા માટે ચારે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here