વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નર્મદા જીલ્લાના  તિલકવાડાના સુરજીપુરા ગામે સ્વતંત્ર સેનાની જનનાયક બિરસા મુંડાની પ્રતિમાંનું અનાવરણ કરાયું

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

તા . ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આખી દુનિયા ના ૧૯૩ જેટલા દેશોમાં ઉજવાતો મહાપર્વ છે જેમાં યુનો દ્વારા ધોષિત આ દિવસે મહાન સંદેશો આપવામાં આવે છે કે જાે આ દુનિયા ને ગ્લોબલ વોર્મિંગ અને પ્રાકૃતિક વિપદા ઓથી બચાવવી હોય તો આખી દુનિયા એ આદિવાસી જીવનશૈલી ને અપનાવી પડશે. દુનિયા મા આદિવાસી સંસ્કૃતિ જ એવી સંસ્કૃતિ છે જે પ્રકૃતિ ના રક્ષણ સાથે જાેડાયેલી છે. જ્યાં જ્યાં આદિવાસી સમુદાય છે ત્યાં ત્યાં પ્રાકૃતિક સંસાધનો  સુરક્ષિત છે.

૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા પંથકમાં હર્ષોલ્લાસ સહ પરંપરાગત ઢોલ નગારાં વગાડી કરવામાં આવી. જેનુ આયોજન આદિવાસી ટાઈગર સેના અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અગર વસાહત થી રેલી શરુ કરી સુરજીપુરા ગામે રેલી નું સમાપન કરવામાં આવ્યું. સુરજીપુરા ગામે ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાં નું અનાવરણ સામાજિક આગેવાન ડો પ્રફુલ વસાવા, કૌશિકભાઇ તડવી, કમલેશભાઈ ભીલ, ધર્મેશભાઈ તડવી, ગામ ના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here