બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતામાં ગરકાવ…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાજ મેમણ

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે અચાનક પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ છોટાઉદેપુર જિલ્લા સહીત મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પવન ફુંકાશે સાથે સાથે હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે ખેડૂતોને ખેતી કાર્યો વાતાવરણની અનુકૂળતા મુજબ કરવા જણાવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વાદળછાયા અને વરસાદી માહોલથી ચિંતિત બન્યા છે જેમાં મહામુલા પાક ટામેટા, મરચા, કેળ,પપૈયા,કપાસ,તુવેર ને ભારે નુકશાન થવાની ભીતિ સેવી રહયા છે આમ બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં આવેલ અચાનક પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here