સમગ્ર રાજ્યમાં નર્મદા પોલીસના  નિર્ભયા સ્કવોડે  વૃદ્ધા અને વિધવા પેન્શન અપાવી સામાજિક દાયિત્વ અદા કરી નવો ઇતિહાસ રચ્યો 

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

3567 લોકો ને વૃધ્ધા પેન્શન અપાવવા ની કામગીરી 

નર્મદા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક  ચેતના ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ નિર્ભયા સ્કવોડ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે.કે. પાઠકના નેતૃત્વમાં  નિર્ભયા સ્કકવોડ ના 14 બહાદુર મહિલા પોલીસ રાજ્યમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.  આ બહાદુર મહિલા પોલીસ  આખા નર્મદા જિલ્લામાં ઘેર ઘેર ફરી મળવાપાત્ર લોકોને વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન મળતો ન હતો એવા લોકોને શોધી શોધીને એમનો ફોર્મ ભરી લાગતા જરુરી  પેપરો પૂરતા કરાવી ને જે તે કચેરીએ ઓનલાઇન સહાય અરજી ઓ  કરાવીને 3567 લોકોને પેન્શન  આપવા ની કામગીરી કરી નર્મદા પોલીસનું નામ રોશન  કરીને રાજ્યમાં ઐતિહાસિક કામ કરી એક નવો ઇતિહાસ રચતા પોલીસ વિભાગ ની આ કામગીરી ની ભારે પ્રશંસા થઇ રહી છે.

સાથે સાથે કરોના કાલમાં મૃત્યુ પામેલ માતા-પિતા ના બાળકોને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ મળવાપાત્ર રકમ અપાવવાની કામગીરી તથા ગુમ થયેલ છોકરીઓ ને એના પરિવાર સાથે મિલાપ કરાવી અને જિલ્લામાં આવતા અનેક નાના-મોટા બંદોબસ્ત જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટીઉપર પબ્લિક નો ઘસારો નો બંદોબસ્ત સીએમ સાહેબનો બંદોબસ્ત મંત્રીશ્રીઓ નો બંદોબસ્ત રથયાત્રાનો બંદોબસ્ત અનેક પ્રકારના નાના મોટા બંદોબસ્ત કરી ને આ કાર્ય ફક્ત 50 દિવસમાં પૂર્ણ કરી છે આવા પ્રશંસનીય કામ પાછળ પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નો માર્ગદર્શન અને નિર્ભયા સ્ક્ક્વોડ નાા ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે. પાઠકના નેતૃત્વ તથા 14 બહાદુર મહિલા પોલીસ ના ઉત્સાહ અને લગન ના લીધે પ્રજાલક્ષી કામગીરી કરી ગરીબો વિધવાઓ વૃદ્ધો ની મદદ કરી ને ખૂબજ પ્રશંસનીય કામગીરી કરવાના લીધે નર્મદા પોલીસનું  નિર્ભયા સ્કવોડ રાજ્યમાં વખણાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here