નર્મદા જીલ્લા પોલીસ વડાનો સરાહનીય નિર્ણય…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષકની ભરતીમા ભાગ લેનાર નર્મદા જીલ્લાના ઉમેદવારો માટે પ્રેક્ટિસ માટે જીતનગર પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લું મુકાયું

નર્મદા જીલ્લા પોલીસ વડા હીમકર સિંહ એ આજરોજ નર્મદા જીલ્લા ના યુવાનો કે જે ઓ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત લોકરક્ષક ની પરીક્ષા આપનાર છે તેમનાં માટે ઍક સરાહનીય નિર્ણય લીધો હતો.અને જિતનગર ખાતે નો પોલીસ ગ્રાઉન્ડ પ્રેક્ટિસ માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી.

નર્મદા જીલ્લા ના યુવાનો કે જે ઓ રાજ્ય સરકાર દ્વારા થનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત લોકરક્ષક ની ભરતી મા ભાગ લેનાર છે આ યુવાનો ને એક સારું ગ્રાઉન્ડ રનિંગ સહીત ની પ્રેક્ટિસ કરી વધુ માં વધુ પ્રમાણ માં પોલીસ વિભાગ માં સિલેક્ટ થાય એવા ઉમદા હેતુસર જીતનગર ખાતે નું પોલિસ હેડ ક્વાર્ટર ખાતે નું મેદાન પરીક્ષાર્થીઓ માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છે. તમામ ઉમેદવારો જેણે ભરતી મા અરજી કરી છે તેઓ મેદાન પર પ્રેક્ટિસ કરી શક્શે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here