વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઘેલપૂર અને પાણેજ ગામ ખાતે કાર્યક્રમો યોજાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

કાર્યક્રમ સ્થળે આરોગ્ય ચેકઅપ કેમ્પનો 100 થી વધુ લોકોએ લાભ લીધો

આજરોજ તા. 16 ડિસેમ્બરના રોજ સંકલૂપ યાત્રા બોડેલી તાલુકાના ઘેલપુર અને પાણેજ ગામે પહોંચી હતી. આજની સંકલૂપ યાત્રામાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રામજનોના આગેવાન જૂથના કોળી હિતેશભાઇ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સોનલબેન તડવી સરપંચ, માત્રોજા જયદીપસિંહ ગ્રામ પંચાયત સભ્ય, બારીયા વિપીનચંદ્ર ભુલાભાઇ પૂર્વ સરપંચ વગેરે પદાધિકારીઓ આ સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓને પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. લોકોએ વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલાને રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો 100 થી વધુ લોકોએ કાર્યક્રમ સ્થળે જ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારી – કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here